શોધખોળ કરો
Advertisement
કોરોનાના વધતા કેસ પર PM મોદીએ કર્યુ ટ્વિટ- બિનજરૂરી પ્રવાસ તમારી મદદ નહી કરે, ઘરમાં જ રહો
દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 39 વિદેશી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કેસને લઇને વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એ ક્યારેય ભૂલવું જોઇએ નહી કે સાવધાન રહો, ગભરાવો નહી. ઘરમાં રહેવાનું જરૂરી છે સાથે સાથે તમે જે ગામ અને શહેરમાં રહો છો ત્યાં જ રહો. બિનજરૂરી પ્રવાસ તમારી અને અન્ય કોઇની મદદ કરશે નહીં. હાલના સમયમાં આપણા તરફથી કરવામાં આવતો નાનો પ્રયાસ એક મોટો પ્રભાવ પાડશે.
એક અન્ય ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સમય છે જ્યારે આપણે તમામે ડોક્ટરો અને અધિકારીઓ દ્ધારા આપવામાં આપવતી સલાહ સાંભળવી જોઇએ. જે લોકોને ઘરમાં રહેવા માટે ક્વોરેન્ટાઇન કરવાનું કહેવામાં આવ્યું છે તેઓ દિશા નિર્દેશનું પાલન કરે તે જરૂરી છે. આ તમારા, તમારા પરિવાર અને મિત્રોની સુરક્ષા કરશે. બિનજરૂરી પ્રવાસ તમારી મદદ નહી કરે.નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ રવિવારે જનતા કર્ફ્યૂની અપીલ કરી છે.
દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. આ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement