શોધખોળ કરો
Advertisement
આજે ભારત આવ્યાં મોંઘેરા મહેમાન ડોનાલ્ડ ટ્રમ્પ, આવો છે તેમના આગમનથી વિદાય સુધીનો કાર્યક્રમ, જાણો વિગતે
અમદાવાદથી ટ્રમ્પ પરિવાર સાથે તાજ મહેલ જોવા આગરા જશે. બપોરે 3.30 કલાકે તે આગરા માટે વિમાનમાં સવાર થશે.
નવી દિલ્હીઃ આજથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારત પ્રવાસ પર આવી રહ્યાં છે. તેમની સાથે તેમની પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશ્નર અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના સભ્યો પણ ભારત આવી રહ્યાં છે. 24 અને 25 ફેબ્રુઆરીના બે દિવસના પ્રવાસ ભારતમાં વિતાવશે. ત્યારે જાણો તેમના બે દિવસનો સમગ્ર કાર્યક્રમ.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સવારે 11 કલાકે 40 મિનિટ પર અમદાવાદના સરદારભાઈ વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચશે. બપોરે 12.05 કલાકે ટ્રમ્પ સાબરમતિ આશ્રમ પહોંચશે. બપોરે 1.05 મિનિટ પર અમદાવાદના મોટેરામાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચશે. અહીં, લગભગ 1.10 લાખ લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદીના જેવો હશે.
અમદાવાદથી ટ્રમ્પ પરિવાર સાથે તાજ મહેલ જોવા આગરા જશે. બપોરે 3.30 કલાકે તે આગરા માટે વિમાનમાં સવાર થશે. સાંજે 4.45 કલાકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગરા પહોંચશે. સાંજે 5.15 કલાકે તાજમહેલનું ભ્રમણ કરશે. ટ્રમ્પ પરિવાર લગભગ 50 મિનીટ તાજમહેલ જોશે. સાંજે 6.45 કલાકે તે દિલ્હી માટે વિમાનમાં સવાર થશે અને સાંજે રાજધાની દિલ્હી પહોંચશે.
યાત્રાના બીજા દિવસે મંગળવારે ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 10 કલાકે સત્તાવાર રીતે સ્વાગત થશે. ત્યારબાદ 10 કલાકને 30 મિનીટ પર ટ્રમ્પ રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી અર્પિત કરશે. સવારે 11 કલાકે હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે તેમની ઔપચારિક બેઠક થશે. બપોરે 12.40 મિનીટે હૈદરાબાદ હાઉસમાં જ સહમતિ પત્રોનું આદાન-પ્રદાન થશે. રાત્રે 10 કલાકે અમેરિકા માટે રવાના થશે.
સોમવારે ટ્રમ્પ 12 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યારે તેમના આગમનથી 30 મિનિટ પહેલા પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે. અગાઉ માહિતી મળી હતી કે મોદી રવિવારે સાંજે અમદાવાદ આવશે પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે મોદી 11થી 11.30 દરમિયાન અમદાવાદ ખાતે આવશે. મોદીની રેન્જ રોવર કાર શનિવારે અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion