શોધખોળ કરો
લાલ કિલ્લાની સુરક્ષામાં તૈનાત હતી આ એન્ટી ડ્રોન સિસ્ટમ, જાણો તેના વિશે
74માં સ્વતંત્રતા દિવસના અવસર લાલ કિલ્લા પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા સાથે વડાપ્રધાન મોદીનું ભાષણ થયું હતું.

નવી દિલ્હી: 74માં સ્વતંત્રતા દિવસના અવસર લાલ કિલ્લા પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા સાથે વડાપ્રધાન મોદીનું ભાષણ થયું હતું. સુરક્ષા એજન્સીએ લાલ કિલ્લાની કડક સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. અહીં એક એવી એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી હતી જે, કોઈ પણ પ્રકારના નાના નાના ડ્રોન હુમલા રોકવામાં સક્ષમ હતી. આ એન્ટી ડ્રોન સિસ્ટમ કોઈ પણ માઈક્રો ડ્રોનને શોધી કાઢવામાં સક્ષમ છે. એટલું જ નહીં 1 થી 2.5 કિમીના અંતરમાં લેઝરની મદદથી તોડી પાડવામાં સક્ષમ છે. આ ડ્રોન સિસ્ટમને ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી છે. પીએમ મોદીએ સતત સાતમી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરના તમામ દિશા નિર્દેશોનું સખ્ત રીતે પાલન કરવામાં આવ્યું . આ વખતે કોરોના મહામારીના કારણે મર્યાદિત સંખ્યામાં મહેમાન બોલાવવામાં આવ્યા હતા. પહેલીવાર શાળાના બાળકોને પણ લાલા કિલ્લા પરિસરમાં આ રાષ્ટ્રીય સમારોહમાં બોલાવવામાં આવ્યા નથી. આ પહેલા પીએમ મોદી ભાષણ પૂરું કરીને બાળકોને મળતા હતા પરંતુ આ વખતે તેમ થઈ શક્યું નથી. સૂત્રો અનુસાર લાલ કિલ્લા પરિસરની સુરક્ષામાં તૈનાત કરાયેલા જવાનોને પહેલેથી જ ક્વોરંન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેથી 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર તૈનાત કરી વખતે સંપૂર્ણ સ્વસ્થ રહે.
વધુ વાંચો





















