શોધખોળ કરો
Advertisement
ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું કર્યુ સફળ પરીક્ષણ
ડીઆરડીઓએ મિસાઇલને રશિયા સ્થિત રોકેટ ડિઝાઇન બ્યૂરો સાથે મળીને બનાવ્યું છે.
બાલાસોરઃ ભારતે ઓડિશા દરિયાકિનારા પરથી બ્રહ્મોસ મિસાઇલનું એક લેન્ડ અટેક વર્ઝનનું સોમવારે સફળ પરિક્ષણ કર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું કે, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એક લેન્ડ અટેક વર્ઝનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડીઆરડીઓએ મિસાઇલને રશિયા સ્થિત રોકેટ ડિઝાઇન બ્યૂરો સાથે મળીને બનાવ્યું છે.
તેમણે કહ્યું કે, મિસાઇલ 290 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. તે જમીનની સાથે સાથે સમુદ્રમાં સ્થિત મંચથી પણ ફેંકી શકાય છે. સૂત્રોના મતે 11 માર્ચ 2017ના રોજ મિસાઇલના પ્રથમ અપડેટ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું હતું. જેની મારક ક્ષમતા 450 કિલોમીટર હતી. બ્રહ્મોસ ડીઆરડીઓ અને રશિયાના એનપીઓએમનું જોઇન્ટ વેન્ચર છે.@DRDO_India successfully conducted test fire of BrahMos supersonic cruise missile featuring Indian propulsion system, airframe, power supply and other major indigenous components from ITR, Chandipur in Odisha, today. pic.twitter.com/cIkjBvEL4E
— ADG (M&C) DPR (@SpokespersonMoD) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement