(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake: સવાર-સવારમાં નેપાળમાં આવ્યો ભયંકર ભૂકંપ, કાઠમંડૂમાં 6.1ની તીવ્રતાના ઝટકા, દિલ્હી-NCR સુધી ધરા ધ્રુજી
નેશનલ ભૂકંપ મૉનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર સવારે 7:39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાડિંગ જિલ્લામાં હતું
Earthquake in Nepal: ફરી એકવાર નેપાળની ધરા ધ્રૂજી છે, આજે વહેલી સવારે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મૉલોજી સેન્ટર અનુસાર નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા ગંડકી પ્રાંતના બાગમતી અને અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા.
નેશનલ ભૂકંપ મૉનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર સવારે 7:39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાડિંગ જિલ્લામાં હતું. જોકે અહીં હાલમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા ભૂકંપના ઝટકા
રૉઇટર્સ સાથે વાત કરતા ધાડિંગ જિલ્લાના અમલદાર બદ્રીનાથ ગેરાએ કહ્યું કે તેમને તીવ્ર ધ્રુજારીનો અનુભવ થયો. નેપાળમાં ભૂકંપના આંચકા દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા. યૂરોપિયન મેડિટેરેનિયન સિસ્મૉલોજીકલ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 13 કિલોમીટર નીચે હતું.
#Earthquake (#भूकम्प) possibly felt 1 min 6 sec ago in #Nepal. Felt it? Tell us via:
📱https://t.co/bvL9EDQjKG
🌐https://t.co/44vngdM2ty
🖥https://t.co/OSr2jaub9Y
⚠ Automatic crowdsourced detection, not seismically verified yet. More info soon! pic.twitter.com/ekSXOeR7xN— EMSC (@LastQuake) October 22, 2023
નેપાળમા આટલો બધો ભૂકંપ કેમ આવે છે ?
નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. આ પહેલા નેપાળના સુદૂર પશ્ચિમ પ્રાંતમાં 16 ઓક્ટોબરે 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળ ભારતીય અને તિબેટીયન ટેકટોનિક પ્લેટોની વચ્ચે આવેલું છે. આ ટેકટૉનિક પ્લેટ્સ દર 100 વર્ષે બે મીટર સુધી ખસે છે, જેના કારણે દબાણ સર્જાય છે અને ભૂકંપ આવે છે. 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપ અને તેના આફ્ટરશૉક્સને કારણે લગભગ 9,000 લોકોના મોત થયા હતા.
નેપાળ સરકારના પૉસ્ટ-ડિઝાસ્ટર નીડ્સ એસેસમેન્ટ રિપોર્ટ (PDNA) અનુસાર, નેપાળ વિશ્વનો 11મો સૌથી વધુ ભૂકંપ સંભવ દેશ છે. તાજેતરના સમયમાં વિશ્વભરમાં વારંવાર ધરતીકંપોએ વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
ભૂકંપ શા માટે આવે છે ?
ધરતીકંપ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીના સૌથી બાહ્ય સ્તરના મોટા ટુકડાઓ અચાનક એકબીજાની પાછળ ખસી જાય છે.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે ?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.