Earthquake Today: નેપાળમાં આવેલા ભૂકંપના વૈજ્ઞાનિકોએ બતાવ્યું કારણ, ભારતમાં ક્યાં-ક્યાં હલી ધરતી ?
નેશનલ સેન્ટર ફોર સિસ્મૉલોજીના વૈજ્ઞાનિક સંજય કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળનો પશ્ચિમી ભાગ હતો
Earthquakes In Delhi: મંગળવારે (3 ઓક્ટોબર) બપોરે રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મૉલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળનો પશ્ચિમી ભાગ હતો, જ્યાં તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મૉલોજીના વૈજ્ઞાનિક સંજય કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળનો પશ્ચિમી ભાગ હતો. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ રાજ્યને અડીને આવેલા નેપાળના આ ભાગમાં જમીનથી માત્ર પાંચ કિલોમીટર દૂર 6.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. દિલ્હી અને NCRની સાથે પંજાબ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના જયપુરમાં પણ તેની અસર થઈ છે. ગુજરાતના અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપ બાદ આવ્યા બે આફ્ટર શૉક
તેમણે કહ્યું કે પહેલો આંચકો બપોરે 2:53 વાગ્યે અનુભવાયો હતો અને સામાન્ય રીતે ભૂકંપ પછી આફ્ટરશોક આવે છે એટલે કે ભૂકંપ પછી વધુ આંચકા ચોક્કસપણે આવે છે. મંગળવારે પણ બે આફ્ટરશોક અનુભવાયા હતા. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં નવેમ્બરમાં અને તાજેતરમાં જાન્યુઆરીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આના કારણોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હિમાલયને અડીને આવેલો વિસ્તાર હોવાને કારણે અનુમાન ટેક્ટોનિક પ્લેટ્સમાં હલચલ થાય છે અને ભૂકંપના આંચકા અનુભવાય છે.
#WATCH | Delhi | Sanjay Kumar Prajapati, National Centre for Seismology Scientist gives details on the recent earthquake that hit Nepal, the tremors of which were felt in different parts of north India.
"The earthquake hit western Nepal, which is a zone near our Uttarakhand… pic.twitter.com/9co5kklJ9G — ANI (@ANI) October 3, 2023
ક્યાં ક્યાં અનુભવાયા ભૂકંપના ઝટકા ?
દિલ્હી અને NCRની સાથે રાજસ્થાનના જયપુર અને અલવર, ગુજરાતના અમદાવાદ અને લખનઉ, કાનપુર, આગ્રા, મેરઠ, મુરાદાબાદ, અયોધ્યા, અલીગઢ અને યુપીના અમરોહામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોશ્યલ મીડિયા પર કેટલાય વીડિયો વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે, ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો પોતાના ઘર છોડીને રસ્તાઓ પર આવી ગયા છે.