શોધખોળ કરો
Advertisement
મોદીએ ઉધ્ધવ ઠાકરેને આપેલું ક્યું વચન પાળ્યું? ઉધ્ધવે મુખ્યમંત્રીપદ નહીં છોડવું પડે, જાણો વિગત
નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારે તે કોઇપણ વિધાનમંડળના સભ્ય ન હતા. આવામાં નિયમ પ્રમાણે સીએમ બનવાના છ મહિનાની અંદર કોઇપણ સદનના સભ્ય હોવા જરૂરી બને છે.
મુંબઇઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે, ત્યારે ઉદ્ધવને મોટી રાહત મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ગર્વનર કોટામાંથી MLC બનાવવાના મામલામાં પીએમ મોદીની એન્ટ્રી થઇ ગઇ છે. સીએમ ઉદ્ધવે પીએમ મોદી પાસે મદદ માંગી હતી અને પીએમ મોદીએ વચન આપ્યુ હતુ, તે હવે પીએમ પાળ્યુ છે.
કોરોના ખતરાની વચ્ચે ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા સીએમ ઠાકેરની ખુરશી ખતરામાં હતી.
સીએમ ઠાકરેએ વિધાન પરિષદમાં આવવા માટે રાજ્યના મંત્રીમંડળને ભલામણ કરી હતી, થોડાક દિવસો બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ચૂંટણી પંચને વિધાન મંડળની નવ ખાલી જગ્યાઓ ભરવા માટે ચૂંટણી યોજવા અનુરોધ કર્યો હતો, જેની ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર વિધાનમંડળની 24થી 9 બેઠકો ખાલી છે, અને તેને 27 મે 2020 પહેલા વિધાનમંડળના કોઇપણ સદનમાં ચૂંટાવવુ પડશે.
ખાસ વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી ઠાકરેને ગર્વનર કોટામાંથી MLC બનાવવાના મામલે ઠાકરેએ પીએમ મોદી પાસે મદદ માંગી હતી. અને પીએમે વચન આપ્યુ હતુ જે પુરુ કર્યુ છે.
નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેએ ગયા વર્ષે 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, ત્યારે તે કોઇપણ વિધાનમંડળના સભ્ય ન હતા. આવામાં નિયમ પ્રમાણે સીએમ બનવાના છ મહિનાની અંદર કોઇપણ સદનના સભ્ય હોવા જરૂરી બને છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement