(Source: ECI/ABP News/ABP Majha)
ચૂંટણી સુધારા સંબંધિત બિલને લોકસભામાં મળી મંજૂરી, Voter ID સાથે Aadhaar Card જોડવાની છે જોગવાઇ
રિજિજૂએ કહ્યું કે, સભ્યોએ આનો વિરોધ કરવાને લઇને જે તર્ક આપ્યા છે, તે ઉચ્ચત્તમ ન્યાયાલયના ફેંસલાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ ઉચ્ચ અદાલતના ફેંસલાના અનુરૂપ છે.
Aadhaar Card Voter Card: ચૂંટણી સુધારા સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાર્યવાહી (સંશોધન) બિલ, 2021ને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે. આ બિલમાં મતદાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, એઆઇએમઆઇએમ, આરએસપી, બસપા જેવા દળોએ આ બિલને રજૂ કરવાનો વિરોદ કર્યો. કોંગ્રેસે બિૉલને વિચાર માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવાની માંગ કરી.
લોકસભામાં વિધિ તથા ન્યાય મંત્રી કિરન રિજિજૂએ ચૂંટણી કાર્યવાહી (સંશોધન) બિલ, 2021 રજૂ કર્યુ. આના માધ્યમથી જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને જનપ્રતિનિધિત્યવ અધિનિયમ 1951માં સંશોધન કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોની આશંકાઓને નિરાધાર બતાવતા રિજિજૂએ કહ્યું કે, સભ્યોએ આનો વિરોધ કરવાને લઇને જે તર્ક આપ્યા છે, તે ઉચ્ચત્તમ ન્યાયાલયના ફેંસલાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ ઉચ્ચ અદાલતના ફેંસલાના અનુરૂપ છે.
આ પણ વાંચો--
ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?
Rajkot : સ્કૂલના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં શિક્ષણ વિભાગ અને RTO થયું દોડતું
India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની શું છે સ્થિતિ