શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ઉધ્ધવ સરકાર આજે સાંજે લોકડાઉનનની કરશે જાહેરાત ? ઉધ્ધવે 3 વાગ્યે બોલાવી કેબિનેટની ઇમર્જન્સી બેઠક.....

હાલમાં દેશમાં એક જ દિવસમાં 80 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આમાં સૌથી ટૉપ પર મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્ય છે. આ પછી યુપી, પંજાબ, ગુજરાત (Gujarat), દિલ્હી સહિત દેશના આઠ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા. 

નવી દિલ્હીઃ કોરોનાનો કેર દેશમાં સતત વધી રહ્યો છે. બીજી લહેર ખતરનાક રૂપ લઇ રહી છે, જેના કારણે દેશમાં અનેક રાજ્યોના અનેક શહેરોમાં કોરોનાની બીજી લહેર(Coronavirus Second Wave) ફરી વળી છે. હાલમાં દેશમાં એક જ દિવસમાં 80 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આમાં સૌથી ટૉપ પર મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્ય છે. આ પછી યુપી, પંજાબ, ગુજરાત (Gujarat), દિલ્હી સહિત દેશના આઠ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા. 

ઉદ્વવ ઠાકરેએ બોલાવી ઇમર્જની બેઠક...
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ (Corona cases increases) સતત વધી રહ્યો છે. આ વધી રહેલા પ્રકોપની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ (Uddhav thackeray) આજે 3 વાગે કેબિનેટની ઇમર્જન્સી બેઠક (Emergency meeting) બોલાવી છે, આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યો પાસેથી તેમના સૂચનો અને મત જાણીને હાલની પરિસ્થિતિની જાણકારી કેબિનેટ મંત્રીઓને સીએમ તરફથી આવામા આપવામાં આવશે. સુત્રો અનુસાર આ બેઠક બાદ એક મોટો ફેંસલાની જાહેરાત કરવામાં આવી શકે છે, આમાં લૉકડાઉન (Lockdown) જેવા મુદ્દા પણ મુખ્ય છે. 

મહારાષ્ટ્રમાં લોકડાઉનના સંકેત, પુણેમાં આંશિક લોકડાઉન...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ લોકડાઉનના (Maharashtra Lockdowon) સંકેત આપ્યા હતા. જ્યારે પુણેમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એક સપ્તાહ માટે સાંજે છથી સવારે 6 સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. દરેક પ્રકારના મોલ અને સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, ખાવાની દુકાન વગેરે બંધ રહેશે. માત્ર હોમ ડિલીવરીની સેવા ચાલુ રહેશે. સ્કૂલ કોલેજ પણ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યા છે. દેશમાં જેટલા કેસ આવી રહ્યા છે તેના અડધા કેસ એક મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. એવામાં સરકાર લોકડાઉન વિશે વિચારી તો શકે છે પરંતુ સહયોગી પાર્ટી સાથ નથી આપી રહી. બીજી બાજુ ભાજપ પણ મહારાષ્ટ્રમાં લોકડાઉન વિરૂદ્ધમાં છે.

છત્તીસગઢના દૂર્ગમાં સંપૂર્ણ તાળાબંધી....
દુર્ગ જિલ્લામાં પ્રશાસને સંપૂર્ણ લોકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી દુર્ગ જિલ્લામાં લોકડાઉન રહેશ. જ્યારે બેમેતરા જિલ્લાના શહેરી વિસ્તારમાં બપોરે બે વાગ્યા બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. છત્તીસગઢમાં ઘણા જિલ્લાઓમાં સાપ્તાહિક બજારો ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. જેની વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. પ્રદેશના 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે.

મધ્ય પ્રદેશ: ચાર જિલ્લાઓમાં લોકડાઉન...
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ સરકારે રાજ્યના ચાર શહેરોમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.  

યૂપીમાં પ્રશાસન કડક....
ઉત્તર પ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધોરણ 8 સુધીની તમામ સ્કૂલ 11 એપ્રિલ સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે શિક્ષકોએ સ્કૂલોમાં આવવું ફરજિયાત હશે. ઉપરાંત ધોરણ 9થી 12 સુધીના ક્લાસમાં બાળકો સ્કૂલમાં આવે ત્યારે કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનું રહેશે. જો એવું નહીં થાય તો સ્કૂલ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવશે.

દિલ્હીમાં હાલ લોકડાઉન નહીં, ભવિષ્યમાં.....
દિલ્હીમાં વધતા કોરોના કેસને લઈને મુખ્યમંત્રીએ શુક્રવારે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન લગાવાવનો કોઈ વિચાર નથી અને જો ભવિષ્યમાં જરૂર પડી તો લોકો સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Embed widget