શોધખોળ કરો
Advertisement
નોટબંધીની મુશ્કેલી વચ્ચે નોકરિયાત વર્ગ માટે ખુશ ખબર, નિષ્ક્રીય PF અકાઉન્ટ્સ પર મળશે વ્યાજ
નવી દિલ્લીઃ દેશના અંદાજે 10 કરોડ કર્મચારીઓ માટે ખુશ ખબર છે. પ્રૉવિડેંટ ફેંડ PF ના નિષ્ક્રીય અકાઉન્ટ્સમાં પડેલા નાણાં પર હવે વ્યાજ મળશે. પરંતુ આ વ્યાજ ફ્ક્ત તે જ ખાતાને મળશે જે 36 મહિના જુના હશે. 2011 થી લઇને અત્યાર સુધી PF ના નિષ્ક્રીય અકાઉન્ટ્સ પર વ્યાજ નહોતા મળતા જો 36 મહિનામાં કોઇ PF અકાઉન્ટ્સમાં કોઇ કંટ્રીબ્યુશન નથી કરવામાં આવતું તો તેને નિષ્ક્રીય ખાતુ ગણાવામાં આવે છે. જો કોઇ કર્મી નોકરી છોડીને PF અકાઉન્ટ્સમાં જમા રકમ 36 મહિના સુધી વિડ્રો કે ટ્રાન્સફર નહોતા કરાવતા તો તેમનું ખાતુ નિષ્ક્રીય માનવામાં આવતું હતું.
11 નવેમ્બરે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં શ્રમ મંત્રાલયે કહ્યું હતું કે, '55 વર્ષની ઉમર બાદ રિટાર્યમેંટ લેનાર કે હમેશા માટે વિદેશ માઇગ્રેંટ થઇ ગયેલા લોકોના અકાઉન્ટ્સને નિષ્ક્રીય માનવામાં આવશે. તેનો અર્થ એ થાય કે 58 વર્ષની ઉમર સુધી PF સબ્સક્રાઇબરના અકાઉન્ટ્સ નિષ્ક્રીય નહિ માનવામાં આવે અને તેના પર વ્યાજ મળશે.
કેંદ્રીય શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે પહેલા જ કહ્યું હતું કે, દેશભરમાં આ નિષ્ક્રીય અકાઉન્ટ્સમાં 42 હજાર કરોડ રૂપિયા પડેલા છે. ઇપીએફઓ દર વર્ષે વ્યાજ દરોની જાહેરાત કરે છે. અને વર્ષ 2015-16ના વ્યાજ દરમાં 8.8 ટકા હતી. આ વર્ષે વ્યાજ દરોની જાહેરાત કરવાની બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement