Pulwama Encounter: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મળી સફળતા, એક આતંકી ઠાર
પોલીસે એક ટ્વીટમાં કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ કરેલી ઘેરાબંધીમાં જૈશના 2-3 આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે
Pulwama Encounter: આજે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બુધવારે સાંજે પુલવામાના મિત્રીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.
#PulwamaEncounterUpdate: 01 #terrorist killed. #Operation in progress. Further details shall follow.@JmuKmrPolice https://t.co/H21beoZgRY
— Kashmir Zone Police (@KashmirPolice) April 27, 2022
કાશ્મીર પોલીસે એક ટ્વીટમાં કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ કરેલી ઘેરાબંધીમાં જૈશના 2-3 આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. પરંતુ અત્યારે તે વિસ્તારમાં કેટલાક સામાન્ય નાગરિકો ફસાયા હોવાના સમાચાર છે. અથડામણને કારણે નાગરિકોને થતા કોઈપણ નુકસાનથી બચવા માટે આ સૈન્ય કાર્યવાહીને થોડા સમય માટે રોકવામાં આવી છે. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન પણ ઘાયલ થયો હતો.
નોંધનીય છે કે આ અગાઉ ગયા સપ્તાહમાં શનિવારે દક્ષિણ કુલગામના વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 2 પાકિસ્તાની આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા. નોંધનીય છે કે છેલ્લા 3 દિવસમાં ઘાટીમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં જવાનોએ 6 આતંકીઓને ઠાર કર્યા છે. શનિવારે સૈનિકોને એન્કાઉન્ટર સ્થળ પરથી 2 AK-47, 7 મેગેઝીન અને નવ હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા.
પોલીસે જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે તેમને જિલ્લાના મિરહામા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આતંકવાદીઓને વારંવાર આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યુ હતુ પરંતુ આતંકવાદીઓએ તેમની વાત માની નહી અને તેમના પર ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ જવાનોએ જવાબી કાર્યવાહીમાં તેમને ઠાર કર્યા હતા.
Aadhaar Card : ઘરે બેઠા અસલી-નકલી આધાર કાર્ડની કરો ઓળખ, UIDAI એ બતાવી રીત