શોધખોળ કરો
Advertisement
મોદી લેહમાં ઘાયલ જવાનોને મળ્યા એ આર્મી હોસ્પિટલ નહોતી ? વિવાદ અંગે સરકારે શું કર્યો ખુલાસો
વાયરલ મેસેજમાં બન્ને તસવીરની લોકેશનની કેટલીક વસ્તુને હાઈલાઇટ કરવામાં આવે છે એ સાબિત કરવા માટે કે લોકેશન એક જ છે, પરંતુ પીએમ મોદીના પ્રવાસ માટે તેને હોસ્પિટલ બનાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ 3 જુલાઈને શુક્રવારે લેહની સરપ્રાઇઝ મુલાકાત લીધી અને જવાનોને મળીને તેમનો ઉત્સાહ વધાર્યો. આ દરમિયાન લેહ સ્થિત હોસ્પિટલની પણ તેમણે મુલાકાત લીધી અને ત્યાં સારવાર લઇ રહેલા જવાનોના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં લેવાયેલી તસવીરનો લઇને સોશિયલ મીડિયા પર વિવાદ છંછેડાયો હતો અને હેઝટેગ મુન્નાભાઇ એમબીબીએસ વાયરલ થયો હતો.
પીએમ મોદીના લેહ પ્રવાસ બાદ જ સોશિયલ મીડિયા પર એ હોસ્પિટલને લઈને સવાલ ઉઠી રહ્યા હતા. જ્યાં જઈને તેઓ ઘાયલ જવાનોને મળ્યા હતા. ધોનીની તસવીરના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મોદી જે હોસ્પિટલમાં ગયા હતા તે અસલમાં કોન્ફરન્સ હોલ છે. પીએમ મોદી પ્રવાસ માટે કોન્ફરન્સ હોલને જ હોસ્પિટલ બનાવી દેવામાં આવી.
વાયરલ મેસેજમાં બન્ને તસવીરની લોકેશનની કેટલીક વસ્તુને હાઈલાઇટ કરવામાં આવે છે એ સાબિત કરવા માટે કે લોકેશન એક જ છે, પરંતુ પીએમ મોદીના પ્રવાસ માટે તેને હોસ્પિટલ બનાવવામાં આવી છે.
જોકે આ મામલે સરકારે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ જે હોસ્પિટલની મુલાકાત લીધી હતી તે જનરલ હોસ્પિટલનો જ એક ભાગ છે.
સંરક્ષણ મંત્રાલયે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સશસ્ત્ર દળો સાથે કેવી વર્તણૂક કરવામાં આવે છે તે અંગે શંકા છે." સશસ્ત્ર દળો તેમના કર્મચારીઓને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરે છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીએમ દ્વારા મુલાકાત લેવાયેલી સુવિધા જનરલ હોસ્પિટલનો એક ભાગ છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને અહીં 100 પથારીનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું, આ બહાદુર સૈનિકોને કોવિડ વિસ્તારોથી દૂર રાખવા માટે ગલવાન ખીણથી પરત આવ્યા બાદ અહીં રાખવામાં આવ્યા હતા. આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે અને સેનાના કમાન્ડર પણ તે જ સ્થળે ઘાયલ બહાદુરને મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement