કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે અહમદ પટેલનો પુત્ર, ટ્વિટ કરીને કહી આ મોટી વાત
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે મારી પાસે વિકલ્પો ખુલ્લા છે. હું રાહ જોઈને થાકી ગયો છું. પાર્ટી હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી.
ગયા મહિનાના અંતમાં, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે તેઓ હજુ સુધી રાજકારણમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવા માટે તૈયાર નથી. જો કે તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ રહીને' પાર્ટી માટે કામ કરશે. રવિવારે એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, "1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ. મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને જો જરૂર પડશે તો અમારું મુખ્ય લક્ષ્ય પૂર્ણ કરશે."તેમના દ્વારા કરવામાં આવેલા આજના ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
થોડા દિવસો પહેલા, તેણે કહ્યું હતું કે, "હું અત્યારે રાજકારણમાં જોડાઈ રહ્યો નથી અને મને અત્યારે પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી." જો કે, ફૈસલે કહ્યું હતું કે જો તે રાજકારણમાં જોડાશે તો ચૂંટણીના રાજકારણમાં નહીં પ્રવેશે, પરંતુ પાર્ટી માટે કામ કરશે". ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.
Tired of waiting around. No encouragement from the top brass. Keeping my options open
— Faisal Patel (@mfaisalpatel) April 5, 2022
અહમદ પટેલને સોનિયા ગાંધીના 'સૌથી શક્તિશાળી' સહયોગીઓમાંના એક ગણવામાં આવતા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષ પણ હતા. અહેમદ પટેલનું 2020માં નિધન થયું હતું. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સચિવ પણ હતા અને યુપીએ શાસનના 10 વર્ષ (2004-2014) દરમિયાન દેશના ટોચના ત્રણ રાજકારણીઓમાં સામેલ હતા. જો કે, તેમણે તેમના પુત્ર કે પુત્રી મુમતાઝ પટેલને રાજકારણમાં આવવામાં મદદ કરી ન હતી. તેમના બંને બાળકોએ હજુ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો નથી.
આ પણ વાંચોઃ
Sri Lanka Crisis: શ્રીલંકામાં કટોકટી, ફ્રી વહેંચવામાં ખજાનો ખાલી ! ભારતે પણ બોધપાઠ લેવાની જરૂર