(Source: ECI/ABP News/ABP Majha)
IPL Points Table 2022: પોઈન્ટ ટેબલમાં જાણો ગુજરાત ટાઈટન્સની શું છે સ્થિતિ, ઓરેંજ અને પર્પલ કેપ પર આ ખેલાડીનો કબજો
Latest IPL Points Table 2022: આઈપીએલ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ અને 2.100ના નેટ રન રેટ સાથે ટોચ પર છે.
Latest IPL Points Table 2022: IPL 2022 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ (RR) ટોચ પર છે. આ ટીમે પોતાની બંને મેચમાં 4 પોઈન્ટ જીત્યા છે. અન્ય 4 ટીમોએ પણ 2-2 મેચ જીતી છે પરંતુ રન રેટના મામલે રાજસ્થાન સર્વશ્રેષ્ઠ છે. આ જ કારણ છે કે તે ટોચ પર રહે છે. બીજી તરફ, ઓરેન્જ કેપ પર મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશનનો કબજો છે, જ્યારે પર્પલ કેપ ઉમેશ યાદવના માથા પર શોભી રહી છે.
પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ છે ટોચ પર
આઈપીએલ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ અને 2.100ના નેટ રન રેટ સાથે ટોચ પર છે. કોલકાતા નાઇટ રાઇડર્સ 4 પોઇન્ટ અને 0.843 રન રેટ સાથે બીજા, ગુજરાત ટાઈટન્સન 4 પોઇન્ટ અને 0.495 રન રેટ સાથે ત્રીજા, પંજાબ કિંગ્સ 4 પોઇન્ટ અને 0.238 રન રન રેટ સાથે ચોથા, લખનઉ સુપર જાયન્ટ્સ 4 પોઇન્ટ અને 0.193 રન રેટ સાથે પાંચમા, દિલ્હી કેપિટલ્સ 2 પોઇન્ટ અને 0.193 રન રેટ સાથે છઠ્ઠા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 પોઇન્ટ અને -0.048 રન સાથે સાતમા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સે જીતનું ખાતું ખોલ્યું નથી અને આઠમા ક્રમે છે. રવિન્દ્ર જાડેજા કેપ્ટનશિપ વાળીટીમ પણ સતત ત્રણ મેચ હાર્યુ છે અને પોઇન્ટ ટેબલમાં નવમા ક્રમે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ દસમા ક્રમે છે.
ઓરેંજ કેપ કોની પાસે
મુંબઈ ઈન્ડિયન્સનો ઈશાન કિશન બે મેચમાં 135 રન બનાવી ઓરેંજ કેપમાં ટોચ પર છે, જોસ બટલરે પણ 135 રન બનાવ્યા છે અને તે બીજા ક્રમે છે. જ્યારે દીપક હુડ્ડા 119 રન સાથે ત્રીજા ક્રમે છે.
પર્પલ કેપ પર કોનો કબજો
ઉમેશ યાદવ 3 મેચમાં 8 વિકેટ સાથે પર્પલ કેપમાં ટોચ પર છે. આવેશ ખાન 3 મેચમાં 7 વિકેટ સાથે બીજા અને રાહુલ ચાહર 3 મેચમાં 6 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.