શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: ખેડૂત આંદોલન સામે ઝૂકી સરકાર, લેખિતમાં આપ્યો પ્રસ્તાવ
ખેડૂતોના કહેવા મુજબ તેઓ સરકારનો પ્રસ્તાવ જરૂર જોશે પરંતુ તેમની માંગ માત્રને માત્ર ત્રણ કાનૂન હટાવવાની જ છે.
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગને લઈને કૃષિ સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે. આજે આંદોલનનો 14મો દિવસ છે. આજે સવારે કેન્દ્રીય કેબિનેટની મીટિંગ મળ્યા બાદ સરકારે વિધિવત રીતે પહેલીવાર ખેડૂતોની માંગણીના સંદર્ભમાં લેખિતમાં પ્રસ્તાવ આપ્યો છે. એ રીતે જોઈએ તો સરકાર પહેલીવાર ખેડૂત સામે આંશિક રીતે ઝૂકી છે. ખેડૂતો અત્યારે સરકારના લેખિત પ્રસ્તાવનો અભ્યાસ કરીને પછી સરકારને જવાબ આપશે.
સરકારે કૃષિ કાનૂનમાં થોડું સંશોધન કરીને ખેડૂત નેતાઓને મોકલ્યો છે. ખેડૂતોના કહેવા મુજબ તેઓ સરકારનો પ્રસ્તાવ જરૂર જોશે પરંતુ તેમની માંગ માત્રને માત્ર ત્રણ કાનૂન હટાવવાની જ છે.
ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈતના કહેવા મુજબ, કૃષિ કાનૂનનો મુદ્દો ખેડૂતોની શાન સાથે સંકળાયેલો છે, તેથી અમે પાછી પાની નહીં કરીએ. સરકાર કાનૂનમાં કેટલાક બદલાવ કરવાનું સૂચવી રહી છે પરંતુ અમારી માંગ કાનૂનને પરત લેવાની છે, જો સરકાર તેની જિદ પર અડગ છે તો અમે પણ મક્કમ છીએ.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એપીએમસી કાનૂન અંતર્ગત આવતી મંડીને વધુ સશક્ત કરવા પણ સરકાર તૈયાર છે. ખેડૂતો જે વેપારીઓને ખાનગી મંડીમાં વેપાર કરવાની મંજૂરી મળે તેમનું રજિસ્ટ્રેશન થાય તેમ ઈચ્છી રહ્યા છે, જ્યારે કાનૂનમાં માત્ર પાન કાર્ડ ફરજિયાત બનાવાયું છે. સરકાર ખેડૂતોની આ માંગ સ્વીકારવા પણ તૈયાર છે.
Stock Market Update: શેરબજારમાં આગ ઝરતી તેજી, ઈતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 46 હજારને પાર
ભારતીય ટીમના ‘વન્ડર બોય’ આ ગુજરાતી ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધી નિવૃત્તિ, ધોનીના કારણે પતી ગઈ કારકિર્દી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion