શોધખોળ કરો
એક સમયે દીપ સિદ્ધુને સની દેઓલે ગણાવ્યો હતો નાનો ભાઈ, દિલ્હીમાં ખેડૂતોને ઉશ્કેરીને લાલ કિલ્લામાં લઈ જવામાં નામ આવ્યા બાદ સનીએ કહી આ વાત
આ દરમિયાન સની દેઓલનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દીપને નાના ભાઈ સમાન ગણાવી રહ્યો છે.
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોએ કરેલી હિંસા બાદ દીપ સિદ્ધુનું નામ સૌથી વધારે સમાચારોમાં છે. ખેડૂત સંગઠનોએ આ વ્યક્તિએ ખેડૂતોને લાલ કિલ્લા તરફ જવા ઉશ્કેરી હોવાનું કહેવાય છે. તેનું નામ બીજેપી સાંસદ અને અભિનેતા સની દેઓલ સાથે જોડાયું છે. જે બાદ તેણે ટ્વિટ કરીને કહ્યું, સિદ્ધુ સાથે કોઇ પ્રકારનો સંબંધ નથી.
આ દરમિયાન સની દેઓલનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દીપને નાના ભાઈ સમાન ગણાવી રહ્યો છે. આ વીડિયોમાં સની દેઓલ કહે છે, દીપને હું ઘણા વર્ષોથી ઓળખું છું. તે મારા માટે નાના ભાઈ જેવો છે. તે ફિલ્મોમાં પોતાનો રસ દાખવે છે.
લાલ કિલ્લા પર થયેલા પ્રદર્શનમાં દીપ સિદ્ધુનું નામ સામે આવ્યા બાદ સની દેઓલે સ્પષ્ટતા કરી હતી કે, મારો તેની સાથે કોઇ પ્રકારનો સંબંધ નથી. તેણે ટ્વીટ કરીને લખ્યું, લાલ કિલ્લા પર જે થયું તે જોઈ મન દુખી છે. હું આ પહેલા પણ 6 ડિસેમ્બરે ટ્વીટરના માધ્યમથી સ્પષ્ટતા કરી ચુક્યો છું કે મારો કે મારા પરિવારનો દીપ સિદ્ધુ સાથે કોઇ સંબંધ નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં સની દેઓલના પ્રચારમાં દીપ સિદ્ધૂ સતત સાથે જોવા મળ્યો હતો. ઉપરાંત તેણે સની સાથે પીએમ મોદીની મુલાકાત કરી હતી. આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement