Farmers Protest: દિલ્લીમાં આજે સંસદ ભવન પાસે થશે ખેડૂતોનું પ્રદર્શન, પોલીસ છાવણીમાં ફેરવાયો સમગ્ર વિસ્તાર
છેલ્લા 8 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠોના આજે દિલ્લીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરશે. સંયુક્ત કિસાન મોરચાએ આને કિસાન સંસદ એવું નામ આપ્યું છે.
નવી દિલ્લીઃ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવો કરવાની પરવાનગી દિલ્લી સરકારે આપી દીધી છે. આ પરવાનગી 22 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે. દેખાવનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યુ સુધીનો રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને શરતોની સાથે દેખાવોની મજૂરી આપવામાં આવી છે.
છેલ્લા 8 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠોના આજે દિલ્લીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કરશે. સંયુક્ત કિસાન મોરચાએ આને કિસાન સંસદ એવું નામ આપ્યું છે. સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધને પગલે સિંધૂ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ પુરો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
આજે ગુરુવારથી શરૂ થઈ રહેલા ખેડૂતોના આ દેખાવમાં રોજ 200થી વધુ ખેડૂતો સામેલ થઈ શકશે નહિ. સાથે જ તેમણે કોરોના પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવું પડશે. ન્યુઝ એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસ તરફથી પણ દેખાવની પરવાનગી મળી ગઈ છે. એમ કહેવાઈ રહ્યું છે કે ખેડૂતોને સિંધુ બોર્ડરથી પોલીસ એસ્કોર્ટમાં જંતર-મંતર સુધી લઈ જવાશે. ખાસ વાત એ છે કે હાલ સંસદનું મોનસૂન સત્ર પણ ચાલુ છે. જે ઓગસ્ટ સુધી ચાલશે.
ખેડૂત સંગોઠનોની મંગળવારે દિલ્હી પોલીસના અધિકારીઓની સાથે બેઠક થઈ હતી. તે પછી ખેડૂતોએ કહ્યું હતું કે મોનસૂન સત્ર દરમિયાન જંતર-મંતર પર જ ખેડૂત સંસદ લગાવશે. આ દરમિયાન તેઓ શાંતિપૂર્ણ દેખાવો કરતા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ કરશે. આ દરમિયાન કોઈ પણ દેખાવકાર સંસદમાં જશે નહિ.
Monsoon Session: જાસૂસી કાંડને લઈ આજે સંસદમાં હંગામાની શક્યતા, IT મંત્રી રાજ્યસભામાં આપશે જવાબ
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રમાં આજે બંને ગૃહમાં હંગામો થઈ શકે છે. રાજ્યસભામાં આજે જાસૂસી કાંડ મુદ્દે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપશે. કોંગ્રેસે આ મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે.
કોંગ્રેસ નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આઈટી મામલાની સંસદીય સમિતિ કરશે પૂછપરછ
પેગાસસ જાસૂસી કાંડ હવે રાજકીય સંગ્રામમાં બદલાઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ આ મુદ્દે મોટો સંગ્રામ કરવાનું મન બનાવી લીધું છે. આ મામલાને લઈ વિપક્ષ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે. આ દરમિયાન એવા અહેવાલ આવ્યા છે કે, કોંગ્રેસ નેતા શશિ થરૂરની અધ્યક્ષતાવાળી આઈટી મામલાની સંસદીય સમિતિ આ મુદ્દે ગૃહ મંત્રાલય સહિત અનેક સરકારી વિભાગોની પૂછપરછ કરશે. જાણકારી મુજબ આ સમિતિ 28 જુલાઈથી પેગાસસ સાથે જોડાયેલા નાગરિક ડેટા સુરક્ષા અને સિક્યોરિટી વિષયને લઈ બેઠક કરશે. આ બેઠકમાં આઈટી મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સભ્યો પણ હિસ્સો લેશે.
કોણે બનાવ્યું છે પેગાસસ
પેગાસસને ઇઝરાયેલની સાયબર સુરક્ષા કંપની NSOએ તૈયાર કર્યું છે. બાંગ્લાદેશ સહિત અનેક દેશોએ પેગાસસ સ્પાયવેર ખરીદ્યું છે, જેને લઈને પહેલાં પણ વિવાદ થયો છે. મેક્સિકોથી લઈને સાઉદી આરબની સરકાર સુધી એના ઉપયોગને લઈને સવાલો ઉઠાવ્યા છે. વ્હોટ્સએપની માલિકીવાળી કંપની ફેસબુક સહિત અન્ય કંપનીઓએ પેગાસસ વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે.