શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
FASTag નથી લગાવ્યું તો, આજથી ડબલ ટેક્સ આપવા થઈ જાઓ તૈયાર
જે વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય, તેમણે ફાસ્ટેગ વાહનો માટે બનાવેલી લાઈનમાંથી પસાર થાય તો ડબલ ટેક્સ ચૂકવવો પડશે.
નવી દિલ્હી: દેશના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર આજથી ફાસ્ટેગ ફરજિયાત થઈ ગયું છે. સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય દ્વારા શનિવારે એક નોટિફિકેશન જાહેર કરી હતી. આ પહેલા 1 ડિસેમ્બર 2019થી ફાસ્ટેગનો ઉપયોગ કરવાની સરકારની યોજના હતી પરંતુ તેની તારીખ લંબાવીને 15 ડિસેમ્બર 2019 કરવામાં આવી હતી.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે, જે વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય, તેમણે ફાસ્ટેગ વાહનો માટે બનાવેલી લાઈનમાંથી પસાર થાય તો ડબલ ટેક્સ ચૂકવવો પડશે. જોકે, ટોલ પ્લાઝા પર એક લાઈન એવી પણ હશે, જ્યાં ફાસ્ટેગ સ્ટીકર વગરના વાહનો પસાર થઈ શકશે, જ્યાં સામાન્ય ટોલ ટેક્સ જ વસુલવામાં આવશે.
ફાસ્ટેગ વાહનો પર એક ઈલેક્ટ્રોનિક રીતે વાંચી શકાય તેવું ટેગ લગાવવામાં આવે છે. ત્યારબાદ વાહન જ્યારે ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે, તો ત્યાં લગાવેલું મશીન તે ટેગ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે ટેક્સ વસુલ કરી લે છે. આ પ્રથાથી વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઉભા રહી ચુકવણી નહી કરવી પડે.
ક્યાંથી ખરીદશો ફાસ્ટેગ?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા, SBI, HDFC, ICICI સહિત અન્ય બેંક, ઓનલાઈન, પ્લેટફોર્મ, પેટીએમ, એમેઝોન ડોટ કોમ. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ, નેશનલ હાઈવે ઓથોરિટીની માઈ ફાસ્ટ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.
ફાસ્ટેગ ખરીદવા માટે આ દસ્તાવેજ જોઈશે
- ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
- ગાડીનો માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ગાડીના માલિકના નો યોર કસ્ટમર (કેવાઈસી) ડોક્યુમેન્ટ. જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ
- ફાસ્ટટેગ ખરીદતા સમયે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી પડશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion