શરીરમાં થાક અનુભવાય છે? કોવિડના કારણે છે કે સામાન્ય નબળાઇ છે? આ સંકેતથી સમજો થકાવટનો તફાવત
corona virus:કોરોના વાયરસની બીજી લહેરમાં ઉધરસ અને તાવ જ કોવિડનું લક્ષણ નથી પરંતુ થકાવટ પણ કોવિડ વાયરસ સંક્રમણના સંકેત આપે છે.. જોકે કોરોનાના કારણે થાક અનુભવાય છે કે પછી તેનું કોઇ બીજી કારણ છે તે જાણવું જરૂરી છે
corona virus:કોરોના વાયરસની બીજી લહેરમાં ઉધરસ અને તાવ જ કોવિડનું લક્ષણ નથી પરંતુ થકાવટ પણ કોવિડ વાયરસ સંક્રમણના સંકેત આપે છે..
જોકે કોરોનાના કારણે થાક અનુભવાય છે કે પછી તેનું કોઇ બીજી કારણ છે તે જાણવું જરૂરી છે
કોવિડના દર્દીના સંક્રમણ પહેલા અને બાદ થાક અનુભવાય છે. જો કે કેટલાક કિસ્સામાં થકાવટ અને નબળાઇ અનુભવવાનું બીજું કારણ પણ હોય છે. તો અહીં એ જાણવું જરૂરી છે કે, શરીરમાં વાયરસના લોડના કારણે નબળાઇ અનુભવાય રહી છે કે પછી તેનું કોઇ અન્ય કારણ છે.
કોવિડના જાણકાર માને છે કે, શરીરમાં નબળાઇ અનુભવવી એ એખ કોવિડનું મુખ્ય લક્ષણ છે., કેટલાક કેસમાં રીકવરી બાદ પણ નબળાઇ અનુભવાય છે. જો કે થકાવટ અનુભવવાના બીજા પણ અન્ય કારણ છે. જેમકે ડીહાઇડ્રેશન, તણાવ, વર્ક લોડ, ખરાબ જીવન શૈલી, આ બધા જ કારણે પણ શરીરમાં થાક અનુભવાય છે. તો અહીં સવાલ એ થાય કે,. કોવિડના થાક અને અન્ય થાકમાં શું તફાવત છે, કઇ રીતે આ તફાવતને ઓળખવો જાણીએ..
કોવિડની થકાવટ કઇ રીતે અલગ છે?
ડોક્ટરના મત મુજબ સામાન્ય થાક અને કોવિડના થાકમાં ખૂબ જ મોટો ફરક હોય છે. શું ફરક હોય છે સમજીએ. કોવિડમાં કોઇ કામ કર્યાં વિના જ ખૂબ જ થાક લાગે છે. ઉપરાંત જો સામાન્ય થકાવટ હશે તો આરામ કરવાથી બધું જ નોર્મલ થઇ જાય છે જ્યારે કોવિડના કારણે અનુભવાથી નબળાઇ અને થકાવટમાં એવું નથી બનતું. કોવિડ વાયરસના સંક્રમણ બાદ લાગતો થાક કલાકો નહીં પરંતુ દિવસો સુધી રહે છે. જો રીતે દિવસો સુધી થકાવટ, નબળાઇ અનુભવાય તો કોવિડના સંકેત હોઇ શકે છે. તેને નજરઅંદાજ ન કરવા અને ડોક્ટરની સલાહ લેવી, બેથી ત્રણ દિવસ સુધી જો આ જ સ્થિતિ રહે તો કોવિડનો RT-PCR ટેસ્ટ કરાવવો.