Feedback Unit Case: 'જલદી સત્યેન્દ્ર જૈન સાથે હશે સિસોદિયા, આ કરપ્શનનો ચોથો કેસ', CBI તપાસની મંજૂરી પર બોલ્યા ભાજપ નેતા
દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે.
Manish Sisodia Feedback Unit Case: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે હવે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફીડબેક યુનિટ જાસૂસી કેસમાં સીબીઆઈને કેસ ચલાવવાની મંજૂરી આપી છે. મનીષ સિસોદિયા પર રાજકારણીઓ, વિપક્ષી પાર્ટીઓ અને મીડિયાકર્મીઓની જાસૂસી કરવાનો આરોપ છે. ભાજપના નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે હવે મનીષ સિસોદિયા ટૂંક સમયમાં તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈન સાથે હશે.
MHA sanctions Manish Sisodia's prosecution under Prevention of Corruption Act in 'Feedback Unit' snooping case
— ANI Digital (@ani_digital) February 22, 2023
Read @ANI Story | https://t.co/gNTsOc6h8D#ManishSisodia #MHA #FeedbackUnitSnoopingCase #Delhi pic.twitter.com/RDWQHT3KVC
દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયાની તપાસના આદેશ આપ્યા છે. પુરાવા મળી રહ્યા છે કે કેજરીવાલ અને સિસોદિયાએ વિપક્ષ, તેમની પાર્ટીના નેતાઓ, પીએસી સભ્યો, એકબીજાના પરિવારના સભ્યોની જાસૂસી કરી હતી. મિશ્રાએ કહ્યું, "સિસોદિયા પર ભ્રષ્ટાચારનો આ ચોથો કેસ છે. ટૂંક સમયમાં સિસોદિયા સત્યેન્દ્ર જૈનની સાથે હશે."
अरविंद केजरीवाल और AAP का नरेंद्र मोदी जी को इतना डर सता रहा है कि वो हमें जीने नहीं देना चाहते, मनीष सिसोदिया के पीछे पड़ गए हैं
— AAP (@AamAadmiParty) February 22, 2023
ये तब से और बौखला गए हैं जबसे हम इनका लाखों करोड़ों का Adani Scam देश के सामने लाए हैं — उसके खिलाफ इनकी CBI, SEBI, ED मौन हैं
—MP @SanjayAzadSln pic.twitter.com/rsWFdM1TPT
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હરીશ ખુરાનાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં જે જાસૂસીનો મામલો સામે આવ્યો હતો, હવે એવા સમાચાર છે કે ગૃહ મંત્રાલયે CBIને કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. ભાજપ તેનું સ્વાગત કરે છે.
'અમે આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો'
હરીશ ખુરાનાએ કહ્યું હતું કે "ભાજપ ઘણી વખત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે કે કેવી રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ એક યુનિટ બનાવ્યું, કેમેરા ખરીદવામાં આવ્યા અને તેની અંદર તમામ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ઘણા મીડિયા સંસ્થાઓના અધિકારીઓની જાસૂસી કરવામાં આવી.
AAPનો વળતો પ્રહાર
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. ભારદ્વાજે કહ્યું કે તેમના હરીફોને ખોટા કેસમાં ફસાવવાની તેમની આદત છે, આ કેસ ખોટો છે. તેમણે કહ્યું હતું કે અદાણીએ લાખો કરોડોની ઉચાપત કરી છે, પરંતુ તે આમ આદમી પાર્ટીને ખોટા કેસમાં ફસાવા માંગે છે.