શોધખોળ કરો

આર્થિક રાહત પેકેજ: ગરીબો,મજૂરો અને ખેડૂતોની મદદ કરશે સરકાર, નાણા મંત્રીએ કરી મોટી જાહેરાત

કેંદ્ર સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્લીઃ કેંદ્ર સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને મદદ કરવામાં આવશે. 3 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવશે. 25 લાખ નવા કિશાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો. ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેશન સ્કીમ 31 મે સુધી ચાલુ રહેશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રવાસી મજૂરોને આગામી બે મહિના મફત અનાજ અપાશે. રાશન કાર્ડ વગરનાને પાંચ કિલો રાશન અપાશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, અમે પરપ્રાંતીય મજૂરો, ગરીબો અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીશું. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અમે સતત જાહેરાતો કરી રહ્યાં છે. 3 કરોડ ખેડૂતોએ રાહતદરે લોન લીધી. તેમણે 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી.
નિર્મલા સીતારમણે કહ્યું, પ્રવાસી મજૂરોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવશે. 2.33 કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળશે. મનરેગામાં 50 ટકા સુધી રજીસ્ટ્રેશન વધ્યું છે. મનરેગામાં દરરોજની મજૂરી વધારીને 202 રૂપિયા કરવામાં આવી છે. 3 કરોડ ખેડૂતો માટે જે 4,22,000 કરોડ કૃષિ લોનનો લાભ આપવામાં આવ્યો છે, તેમાં છેલ્લા ત્રણ મહીનાની લોન મોરટોરિયમ છે. વ્યાજ પર સહાયતા આપી છે. 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડની મંજૂરી આપી છે જેની લિમિટ 25000 કરોડ હશે. કૃષિ લોનના વ્યાજ પર સહાયતા અને ચૂકવણી માટે નક્કી કરેલા 1 માર્ચ 2020ના સમયને વધારીને 31 મે 2020 કરવામાં આવી રહ્યો છે. માર્ચ-એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો. માર્ચ 2020માં નાબાર્ડમાં સહકારી બેંકો અને ગ્રામીણ બેંકોની મદદ માટે 29 હજાર 500 કરોડ રૂપિયા સહાયતા માટે આપવામાં આવ્યા. રાજ્યોને પાકની ખરીદી માટે માર્ચ 2020થી અત્યાર સુધીમાં 6700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા:
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget