શોધખોળ કરો
Advertisement
PM આવાસમાં અચાનક લાગી આગ, PMOએ ટ્વિટ કરીને શું આપી માહિતી? જાણો વિગત
9 નંબરના બંગલામાં આગ લાગી હતી. જે વિજળી યૂનિટમાં કોઈ ગડબડને કારણે આ ઘટના બની હતી. ફાયર ફાયટરની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુ મેળવી હતી
નવી દિલ્હી: હાલ દેશમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે સોમવારે સાંજે અચાનક પ્રધાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગમાં આગ લાગી હોવાના સામાચારો સામે આવ્યા હતાં. સુત્રો પ્રમાણે, સોમવારે સાંજે પીએમ આવાસમાં આગ લાગી હતી. જેની માહિતી મળતાં જ ફાયર ફાયટરની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુ મેળવી હતી. જોકે આગ કેવી રીતે લાગી તે અંગ કોઈ માહિતી સામે આવી નથી.
આગની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી પીએમ આવાસ પહોંચી ગયું હતું. ફાયર બ્રિગેડ વિભાગની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાબળ પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી આવાસ બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.
9 નંબરના બંગલામાં આગ લાગી હતી. જે વિજળી યૂનિટમાં કોઈ ગડબડને કારણે આ ઘટના બની હતી. આગ મોટી નહોતી અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવી હતી.There was a minor fire at 9, Lok Kalyan Marg caused by a short circuit. This was not in PM’s residential or office area but in the SPG reception area of the LKM complex.
— PMO India (@PMOIndia) December 30, 2019
The fire is very much under control now.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
બિઝનેસ
Advertisement