શોધખોળ કરો
Advertisement
પ્રતિબંધ હોવા છતાં દિવાળી પર દિલ્હીમાં ફૂટ્યા ફટાકડા, હવા પ્રદુષણ ખતરનાક સ્તર પર પહોંચ્યુ
AQI લેવલ જો 400ની ઉપર જતુ રહે તો આનો અર્થ શ્વાસ લેવામાં તકલીફ અને બિમાર લોકો માટે એકદમ ખરતનાક બની શકે છે. કોરોના કાળમાં આ વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. ફટાકડાંના કારણે આખી દિલ્હીમાં આ જ હાલત હતી, દરેક જગ્યાએ ધૂમાડાના ગોટે ગોટા ઉડી રહ્યાં હતા
નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રતિબંધ હોવા છતાં મોડી રાત સુધી ફટાકડાં ફોડવામાં આવ્યા, લોકોએ ખુલ્લે આમ એનજીટીના નિયમોની ધજ્જીયાં ઉડાવી. ફટાકડાંના કારણે કેટલાય વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 1000 ની નજીક પહોંચી ગયો. દિલ્હીમાં પાલમમાં ખુલ્લેઆમ ફટાકડાં ફોડવામાં આવ્યા. જેના કારણે રસ્તાંઓ પર કચરો પણ જોવા મળ્યો. દિલ્હીના પાંડવ નગરમાં પણ પ્રતિબંધ હોવા છતાં ઘણા ફટાકડાં ફૂટ્યા જેના કારણે ચારેય બાજુ ધૂમાડાના ગોટે ગોટા ઉડી રહ્યાં હતા.
આનંદ વિહારમાં AQI 451 થી વધીને 881, દ્વારકામાં 430 થી વધીને 896 અને ગાઝિયાબાદમાં 456 થી વધીને 999 પહોંચી ગયો. દ્વારકામાં 430, આઇટીઓમાં 449, ચાંદની ચોકમાં 414 અને લોધી રોડમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ 389 નોંધવામાં આવ્યો હતો. મોડી રાત્રે 12 વાગે દિલ્હીના આરકે આશ્રમ અને મધર ડેરીમાં પણ AQI લેવલ 999 રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ.
AQI લેવલ જો 400ની ઉપર જતુ રહે તો આનો અર્થ શ્વાસ લેવામાં તકલીફ અને બિમાર લોકો માટે એકદમ ખરતનાક બની શકે છે. કોરોના કાળમાં આ વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. ફટાકડાંના કારણે આખી દિલ્હીમાં આ જ હાલત હતી, દરેક જગ્યાએ ધૂમાડાના ગોટે ગોટા ઉડી રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement