શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘બમ બમ ભોલે’ના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ, પ્રથમ ટૂકડી થઈ રવાના
અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનારી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલશે.
જમ્મુ: બમ બમ ભોલેના જય સાથે આ વર્ષની અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. યાત્રીઓની પ્રથમ ટૂકડી જમ્મુથી બાલટલ અને પહલગામ માટે સઘન સુરક્ષા સાથે રવાના થઈ ગઈ છે. આ યાત્રીઓ સોમવારે બાબા બર્ફાનીના દર્શન કરશે. આ વર્ષે અમરનાથ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલશે.
અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી દેશભરમાંથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનારી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિલોમીટર લાંબા પારંપરાગત પહલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલટાલના રસ્તા પરથી થાય છે.
જમ્મુના મંડળના કમિશનર સંજીવ વર્માએ જણાવ્યું કે યાત્રાળુઓની સુવિધા અને યાત્રા દરમિયાન તેમની સુરક્ષા માટે સુરક્ષાની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.Jammu: First batch of Amarnath Yatra flagged off from Jammu base camp by KK Sharma, Advisor to the Governor Satya Pal Malik, amidst tight security. #JammuAndKashmir pic.twitter.com/aMO8dMp60x
— ANI (@ANI) June 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion