શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે કેરળમાં પ્રથમ મોત, રાજ્યમાં સંક્રમિતની સંખ્યા 164
કેરળમાં આજે 69 વર્ષીય વૃદ્ધનું કોરોના વાયરસના કારણે મોત થયુ છે. આ વૃદ્ધ કોચી મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ છે.
કોચી: કેરળમાં કોરોના વાયરસના કારણે પ્રથમ મોત થયું છે. કેરળમાં 1 લાખથી પણ વધારે લોકોને પોતાના ઘરમાં ક્વારન્ટાઈન કરાઈ રહ્યા છે. ત્યારે આજે અચાનક એક વ્યક્તિનું મોત થતા સરકારની ચિંતામાં વધારો થયો છે.
કેરળમાં આજે 69 વર્ષીય વૃદ્ધનું કોરોના વાયરસના કારણે મોત થયુ છે. આ વૃદ્ધ કોચી મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેથી રાજ્યમાં હવે કોરોના વાયરસના કારણે કુલ કેસની સંખ્યાં 164 થઈ ગઈ છે.
કોરોના વાયરસના કારણે કેરલમાં એક દિવસમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં કાસરગોડ જિલ્લામાં 34 નવા કેસ આવ્યા છે. જ્યારે ત્રિસુર અને કોઝિકુડમાં એક એક જ્યારે કાસરગોડમાં 2 નવા મામલા સામે આવ્યા છે. આમ આવી રીતે રાજ્યમાં કોરોના પીડિતની સંખ્યા 164 થઈ છે.
દેશમાં લોકડાઉનનો ત્રીજો દિવસ છે. જોકે, કોરોનાથી મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને દેશમાં કુલ મૃત્યુઆંક 20 થયો છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 864ને પાર થઈ છે.દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 177 દર્દીઓ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement