શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રપતિએ SCના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને રાજ્યસભા માટે કર્યા નોમિનેટ, રામ મંદિર પર આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો
3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46મા ચીફ જસ્ટિસ બનેલા ગોગોઇનો કાર્યકાળ લગભગ 13 મહિનાનો રહ્યો હતો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ રાજ્યસભા જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તેમને નોમિનેટ કર્યા હતા. સરકારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં રંજન ગોગોઇને નોમિનેટ કર્યા હતા. 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46મા ચીફ જસ્ટિસ બનેલા ગોગોઇનો કાર્યકાળ લગભગ 13 મહિનાનો રહ્યો હતો. તેમણે ગયા વર્ષે નવ નવેમ્બરના રોજ રામ મંદિર પર ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. તેઓ 17 નવેમ્બરના રોજ નિવૃત થયા હતા.
તેઓ આસામના મુખ્યમંત્રી રહેલા કેશબચંદ્ર ગોગોઇના દીકરા છે. તેમણે 1978માં વકીલાતની શરૂઆત કરી હતી. 2001માં ગુવાહાટી હાઇકોર્ટના સ્થાયી જજ બન્યા છે. 2011માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 23 એપ્રિલ 2012માં સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. તેમણે રાફેલ પ્લેનની ખરીદી મામલે પણ કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી.
રંજન ગોગોઇને અયોધ્યા કેસ, ચીફ જસ્ટિસની ઓફિસને આરટીઆઇના દાયરામાં લાવવા, રાફેલ ડીલ, શબરીમાલા મંદિર અને સરકારી જાહેરાતોમાં નેતાઓની તસવીર પ્રકાશિત કરવા પર પ્રતિબંધ જેવા મામલા પર ચુકાદો આપવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement