શોધખોળ કરો
INS વિરાટ: રાજીવ ગાંધી પર PM મોદીના આરોપને પૂર્વ નૌસેના અધિકારીઓએ ગણાવ્યા પાયા વિહોણા
વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી પર INS વિરાટના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો.
![INS વિરાટ: રાજીવ ગાંધી પર PM મોદીના આરોપને પૂર્વ નૌસેના અધિકારીઓએ ગણાવ્યા પાયા વિહોણા Former navy officers denies pm modi allegation on rajiv gandhi for using ins viraat for personal INS વિરાટ: રાજીવ ગાંધી પર PM મોદીના આરોપને પૂર્વ નૌસેના અધિકારીઓએ ગણાવ્યા પાયા વિહોણા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/09231022/modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી પર INS વિરાટને વ્યક્તિગત ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે પરંતુ તે સમયે નૌસેનાના વાઈસ એડમિરલ રહી ચુકેલા એલ રામદાસે આ આરોપોને નકારી દીધાં છે. પૂર્વ નૌસેના પ્રમુખ એડમિરલ એલ રામદાસે કહ્યું કે રાજીવ ગાંધી રજા પર નહીં પણ સત્તાવાર યાત્રા પર હતા. તેઓએ એ પણ કહ્યુ કે રાજીવ ગાંધી તત્કાલીન પીએમ હતા તેથી તેઓ દ્વીપની મુલાકાતે ગયા હતા. આ સાથે તે સમયના INS વિરાટના કમાંડિંગ ઓફિસર વિનોદ પસરીચાએ પણ પીએમ મોદીના આરોપને નકારી કાઢ્યા છે.
એડમિરલ એલ રામદાસે કહ્યુ કે, “વડાપ્રધાન પોતાની પત્ની સાથે જાય છે, અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથે રાહુલ પણ હતા. અમે એટલા વ્યસ્ત હતા કે અમે જોયા પણ નહતા. વડાપ્રધાન પહેલીવાર યુદ્ધ જહાજ પર ગયા હતા. તેઓ વડાપ્રધાન હતા અને તે તેમનો અધિકાર છે કે તે સૈન્ય સામગ્રી અને વ્યવસ્થાને જુએ.”
વાઈસ એડમિરલે કહ્યું, “નૌસૈનિક જહાજ, રેજીમેન્ટ, સ્વાક્વાડ્રન, એરક્રાફ્ટની મુલાકાત લેવી પીએમનો વિશેષાધિકાર છે. રાજીવ ગાંધી પર વિરાટનો દુરુપયોગ કરવાનો આરોપ છે તે તદ્દન ખોટો છે. તમામ આરોપો જુમલા અને પાયા વિહોણા છે.” તેઓએ કહ્યું રાજીવ ગાંધીએ દ્વીપ પર જવા માટે માત્ર હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. તેઓ દ્વિપ પર વિકાસની તૈયારીઓ જોવા માટે ગયા હતા.
INS વિરાટના કમાંડિંગ ઓફિસર વિનોદ પસરીચાએ કહ્યું કે “રાજીવ ગાંધી આધિકારિક યાત્રા પર લક્ષ્યદ્વીપ ગયા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ હતો. વિરાટ પર કોઈ પાર્ટી નહતી થઈ. ના તો અમિતાભ બચ્ચન અને કોઈ ઈટાલીના સંબધી તે સમયે ત્યાં હાજર હતા.
PM મોદીનો આરોપ, કહ્યું- ગાંધી પરિવારે INS વિરાટનો ટેક્સીની જેમ ઉપયોગ કર્યો
પ્રિયંકા ગાંધીએ મોદીને આપ્યો પડકાર, છેલ્લા બે તબક્કામાં GST, નોટબંધી પર ચૂંટણી લડી બતાવો
વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી પર INS વિરાટના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા અને 10 દિવસની રજા ગાળવા ગયા હતા ત્યારની આ વાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)