શોધખોળ કરો
RSSના કાર્યક્રમમાં બોલ્યા પ્રણવ મુખર્જી- સંવિધાનમાં આસ્થા જ સાચો રાષ્ટ્રવાદ છે

નાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય પહોંચ્યા હતા. જ્યાં સરસંઘચાલક મોહન ભાગવતે તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિઝિટર બુકમાં લખ્યું, 'મા ભારતીના મહાન સપૂત હતા કેશવ બલિરામ હેડગેવાર. પ્રણબ મુખર્જીએ કહ્યું, સંવિધાનથી રાષ્ટ્રભાવના વધે છે, માત્ર એક ધર્મ એક ભાષા ભારતની ઓળખ નથી. વિવિધતા અને સહિષ્ણુતામાં જ ભારત વસે છે, 50 વર્ષોમાં મે જે સાર્વજનિક જીવનમાં શીખ્યું છે તે જણાવી રહ્યો છું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ કહ્યું, વિચારોમાં સમાનતા માટે સંવાદ જરૂરી છે. ભારતમાં સાત ધર્મ, 122 ભાષા અને 1600 બોલીઓ છે તેમ છતાં 130 કરોડ ભારતીયોની ઓળખ છે. આજે ગુસ્સો વધી રહ્યો છે, દરરોજ હિંસાની ખબરો સામે આવે છે. હિંસા, ગુસ્સો છોડી આપણે શાંતિના માર્ગે ચાલવું જોઈએ. વાતચીત કરવાથી દરેક સમસ્યાનું સમાધાન સંભવ છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, જનતાની ખુશીમાં જ રાજાની ખુશી હોવી જોઈએ, દરેક પ્રકારની હિંસાથી બચવાની જરૂર છે પછી ભલે તે મૌખિક હોય કે શારીરિક. પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનમાં કહ્યું, હું રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ નિષ્ઠા છે. આ ત્રણેયને અંદરોઅંદર અલગ અલગ રૂપમાં જોવું મુશ્કેલ છે. દેશ એટલે એક મોટો સમૂહ જે એક ક્ષેત્રમાં સમાન ભાષાઓ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાષ્ટ્રીયતા દેશ પ્રત્યે સમર્પણ અને આદરનું નામ છે. ભારત ખુલ્લો સમાજ છે. ભારત સિલ્ક રૂટથી જોડાયેલો હતો. બૌદ્ધ ધર્મ પર હિંદુઓનો પ્રભાવ રહ્યો છે. આ ભારત, મધ્ય એશિયા, ચીન સુધી ફેલાયેલો છે.
વધુ વાંચો




















