શોધખોળ કરો
ખેડૂત આંદોલન પર બનેલી કમિટીના ચાર મેમ્બર કોણ છે? કાયદા વિશે શું છે તેનો મત? શું હશે તેની ભૂમિકા?
ત્રણ નવા કૃષિ કાયદા મુદ્દે કોર્ટે સુનાવણી કરતા ત્રણેય કાયદા પર સ્ટે મૂક્યો છે. તો બીજી તરફ ચાર લોકોની કમિટી બનાવી છે. કમિટીમાં સામેલ આ ચાર લોકો કોણ છે અને તે શું કામ કરશે. જાણીએ.
![ખેડૂત આંદોલન પર બનેલી કમિટીના ચાર મેમ્બર કોણ છે? કાયદા વિશે શું છે તેનો મત? શું હશે તેની ભૂમિકા? four member committee create by cour in Famer movement abp asmita new gujrati ખેડૂત આંદોલન પર બનેલી કમિટીના ચાર મેમ્બર કોણ છે? કાયદા વિશે શું છે તેનો મત? શું હશે તેની ભૂમિકા?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/12213548/default.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ ચાર સભ્યોની કમિટિની શું ભૂમિકા હશે અને શું કામ કરશે આવો જાણીએ.
સુપીમ કોર્ટ બનાવેલી કમિટીમાં ભારતીય કિસાન યૂનિયનના ભૂપિંદર સિંહ માન, શેતકારી સંગઠનના અનિલ ધનવંત, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને આંતરાષ્ટ્રિય ખાદ્ય નીતિ સંસ્થાનના પ્રમોદ જોશી સામેલ છે. આ કમિટી તેનો રિપોર્ટ સીધો જ સુપ્રીમ કોર્ટને આપશે. જ્યાં સુધી આ કમિટીનો રિપોર્ટ નહી આવે ત્યાં સુધી કાયદા પર સ્ટે રહેશે. કોર્ટે રચેલી કમિટીના આ ચાર મેમ્બર કોણ છે અને તેની શું ભૂમિકા હશે જાણીએ.
કમિટીના 4 મેમ્બર કોણ છે?
કૃષિ કાયદા પર તેમનો મત
અશોક ગુલાટી કૃષિ કાયદાનું સમર્થન કરી રહ્યાં છે. તેઓના મત મુજબ કૃષિ કાયદો ખેડૂતનો હિતમાં છે પરંતુ સરકાર ખેડતોને સમજાવવામાં નિષ્ફળ રહી છે.
ભુપેન્દ્રસિંહ માન
ભુપેન્દ્રસિંહમાનનો જન્મ 15 સપ્ટેમ્બર 1939માં ગુજરાંવાલા પાકિસ્તાનમાં થયો હતો. ખેડૂતોના સંઘર્ષમાં યોગદાન આપવા માટે તેમને 1990માં રાષ્ટ્રપતિ દ્રારા રાજયસભામાં નામાંકિત કરાયા હતા. તેમણે રાજ્યસભામાં 1990થી 1996 સુધી સેવા આપી.
કૃષિ કાયદા પર અભિપ્રાય
ભુપેન્દ્રસિંહ માન કૃષિ કાયદાનું સમર્થન કરી રહ્યાં છે. તેઓ આ કાયદાને ખેડૂત માટે ફાયદારૂપ ગણાવી રહ્યાં છે. તેમણે આ મુદ્દે સમર્થન કરતો પત્ર પણ લખ્યો હતો.
ડોક્ટર પ્રમોદ જોશી
પ્રમોદ જોશી આંતરરાષ્ટ્રિય ખાદ્ય નીતિ સંસ્થાનના નિર્દેશક છે. આ પહેલા તેમણે રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન એકેડેમી હૈદરાબાદમાં નિર્દેશકનું પદ સંભાળ્યું હતું. તેઓ નેશનલ એકેડમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિસનામાં પણ કાર્યરત છે. તેમણે ઢાંકા અને બાંગ્લાદેશમાં પણ સાર્ક કૃષિ કેન્દ્રમાં અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યાં છે.
કૃષિ કાયદા પર મત
નવા કૃષિ કાયદા મુદે પુન:વિચાર કરવાનો મત તેઓ ધરાવે છે. તેમના મત મુજબ એમએસપીને નુકસાનના સમયે લાગૂ કરાઇ હતી. હાલ આપણે તેનાથી ઘણા આગળ નીકળી ગયા છીએ.
અનિલ ધનવંત
અનિલ ધનવંત શેતકારી સંગઠનમાં કાર્યરત છે. આ સંગઠનની શરૂઆત સ્વર્ગિય શરદ જોશીએ કરી હતી. અનિલ ધનવંતએ તેમનો મત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારે આ નવા કાયદા પર વિચાર વિમર્સ કરવું જોઇતું હતું. ત્યાર બાદ જ તેને અમલીકરણ શકાય છે.
કમિટી નિર્ણયાક ભૂમિકા ભજવશે: કોર્ટ
કોર્ટના આદેશ મુજબ આ ચાર સભ્યોની કમિટી મધ્યસ્થીની ભૂમિકા નહી ભજવે પરંતુ નિર્ણાયક ભૂમિકા અદા કરશે. કમિટી કાયદાનો વિરોધ કરતા ખેડૂતો સાથે વાત કરશે. બંને પક્ષને સાંભળશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે, તે કાયદો સસ્પેન્ડ કરવા પણ તૈયાર છે પરંતુ યોગ્ય તથ્ય વિના નહીં. જો ખેડૂતો આ સમસ્યાનું સમાધાન ઇચ્છતા હોય તો તેમણે કમિટી સાથે વાતચીતનો વિકલ્પ જ અપનાવવો પડશે,
અશોક ગુલાટી
અશોક ગુલાટી એગ્રિકલ્ચર ઇકોનોમિસ્ટ છે. તેઓ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ કમિશન ઓફ એગ્રકલ્ચ કોસ્ટ એન્ડ પ્રાઇસ એટલે કે (CACP)ના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. અનાજ પૂરવઠો અને તેના કિમત નિર્ધારણની પ્રક્રિયામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. 2015માં તેઓએ એગ્રીકલ્ચર માર્કેટ રિફોર્મ ગ્રૂપમાં સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)