શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજની નિમણૂંક, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટમાં જજોની માન્ય પદ 31 છે અને તે વર્ષો બાદ ભરવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં 27 જજ નિયુક્ત હતા.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટેમાં બુધવારે ચાર નવા જજની નિમણૂંક કરવામાં આવી છે અને તેની મંજૂરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી દીધી છે. આ ચાર જજોમાં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બી આર ગવઈ, હિમાચલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત, ઝારખંડના ચીફ જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ એસ બોપન્ના છે. આ ચાર ન્યાયાદિશ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શુક્રવારે શપથ લઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં જજોના માન્ય પદ 31 છે અને તે વર્ષો બાદ ભરવામાં આવશે. તેમાંથી બે જજ એવા છે જે આગળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બની શકે છે. આ સિંગરને મેસેજ કરીને માગી ન્યૂડ તસવીર, સ્ક્રીનશોટ Viral કરી આપ્યો જડબાતોડ જવાબ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા થઈ રવાના, જાણો કેમ બેસી રહેવું પડ્યું એરપોર્ટ
વધુ વાંચો





















