શોધખોળ કરો

World Rainforest Day: આ છે દુનિયાના 5 સૌથી મોટા રેઇન ફૉરેસ્ટ, જોઇ લો લિસ્ટ...

World Rainforest Day: આજે એટલે કે 22મી જૂને વર્લ્ડ રેઇન ફૉરેસ્ટ ડે - વિશ્વ વરસાદી વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વરસાદી જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવે છે

World Rainforest Day: આજે એટલે કે 22મી જૂને વર્લ્ડ રેઇન ફૉરેસ્ટ ડે - વિશ્વ વરસાદી વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વરસાદી જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવે છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પરના જીવન માટે વૃક્ષો અને છોડ કેટલા મહત્વપૂર્ણ છે. આજે જો શુદ્ધ પાણી, હવા અને ઓક્સિજન પૃથ્વી પર માનવી સુધી પહોંચે છે તો તે ગાઢ જંગલોને કારણે જ શક્ય છે. આજે અમે તમને જણાવીશું કે વિશ્વના 5 સૌથી મોટા વરસાદી જંગલો કયા છે.

વિશ્વ વર્ષાવન દિવસ - વર્લ્ડ રેઇનફૉરેસ્ટ ડે

મનુષ્યો અને પ્રાણીઓ સહિત તમામ જીવોને પૃથ્વી પર જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. આજે સમગ્ર વિશ્વમાં આવેલા વરસાદી જંગલોને કારણે જ ઓક્સિજન મનુષ્યો અને પ્રાણીઓ સુધી પહોંચી રહ્યો છે. દર વર્ષે વિશ્વભરના લોકો વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડેની ઉજવણી કરે છે. જેના દ્વારા તે લોકોમાં વરસાદી જંગલોના મહત્વ અને તેના સંરક્ષણની જરૂરિયાત વિશે જાગૃતિ ફેલાવી શકે છે. જો કે, આજે વનનાબૂદીને કારણે સ્વચ્છ હવાનું સ્તર પણ ઘટી રહ્યું છે.

સૌથી મોટા વર્ષાવન- વર્લ્ડ બિગેસ્ટ રેઇનફૉરેસ્ટ 

• એમેઝૉન રેઈનફોરેસ્ટ એ વિશ્વનું સૌથી મોટું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ છે. તે બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, વેનેઝુએલા, એક્વાડોર, બોલિવિયા, ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના સહિત દક્ષિણ અમેરિકાના વિશાળ વિસ્તારોને આવરી લે છે. તે 5.5 મિલિયન ચોરસ કિલોમીટર (2.1 મિલિયન ચોરસ માઇલ) માં ફેલાયેલું છે. એમેઝોન રેઈનફોરેસ્ટમાં પ્રાણીઓની અસંખ્ય વિવિધ પ્રજાતિઓ રહે છે. એટલું જ નહીં, આ જંગલ 16,000 પ્રજાતિઓના લગભગ 390 અબજ વૃક્ષોનું ઘર હોવાનું કહેવાય છે.

• આ પછી, કોંગો રેઈનફૉરેસ્ટને સૌથી મોટું રેઈનફોરેસ્ટ કહેવામાં આવે છે. તે મધ્ય આફ્રિકામાં સ્થિત છે. તેના પ્રદેશમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, રિપબ્લિક ઓફ કોંગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કેમરૂન, ઇક્વેટોરિયલ ગિની, ગેબોન અને અંગોલા અને દક્ષિણ સુદાનના ભાગોનો સમાવેશ થાય છે. તે 1.8 મિલિયન ચોરસ કિલોમીટર (700,000 ચોરસ માઇલ) ના અંદાજિત કદમાં ફેલાયેલું છે. આ જંગલમાં લગભગ 10,000 છોડની પ્રજાતિઓ અને 1,000 પક્ષીઓની પ્રજાતિઓ છે. ગોરીલા, બોનોબોસ અને વન હાથીઓ જેવી ભયંકર પ્રજાતિઓ પણ કોંગોના વરસાદી જંગલોમાં જોવા મળે છે.

• દૈંટ્રી રેઈનફોરેસ્ટને વિશ્વના સૌથી જૂના જંગલોમાંનું એક ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ડાઈન્ટ્રી રેઈનફોરેસ્ટ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. તે 180 મિલિયન વર્ષ જૂનું હોવાનું કહેવાય છે અને તેનું ક્ષેત્રફળ 463 ચોરસ માઇલ છે. ઓસ્ટ્રેલિયાની મોટાભાગની બેટ અને બટરફ્લાયની પ્રજાતિઓ અહીં જોવા મળે છે.

• વાલ્ડિવિયન ટેમ્પરેટ રેઈનફોરેસ્ટ: - આ જંગલ 95,800 ચોરસ માઈલમાં ફેલાયેલું છે. આ જંગલ 90% સ્થાનિક પ્રજાતિઓનું ઘર છે. આ પ્રજાતિઓ માત્ર દક્ષિણ અમેરિકાના વાલ્ડિવિયન જંગલોમાં જોવા મળે છે.

• ટોંગાસ નેશનલ ફોરેસ્ટ દક્ષિણપૂર્વ અલાસ્કામાં આવેલું છે. માહિતી અનુસાર, તે 26,560 ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલો છે. તે ટોંગાસ નેશનલ ફોરેસ્ટનું ઘર પણ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટું છે. તે ઉત્તર અમેરિકાનું સૌથી મોટું સમશીતોષ્ણ જંગલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર
GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.