મોર્નિંગ વોક પર નીકળેલી યુવતીએ પ્રેમીને મોકલી સેલ્ફી ને પછી.....
નહેરમાં કૂદતા પહેલા યુવતીએ પ્રેમી દિલીપ તિવારીને વોટ્સએપ પર એક સેલ્ફી પણ મોકલી હતી. આ સેલ્ફી સિલપરા નહેરની હતી.
રીવાઃ મધ્યપ્રદેશના રીવાથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. મોર્નિંગ માટે નીકળેલી યુવતીએ પ્રેમીની સેલ્ફી મોકલી હતી અને બાદમાં નહેરમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામોલ બિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના રાની તાલાબનો છે. નેહા પટેલ નામની 22 વર્ષીય યુવતી ઘરેથી મોર્નિંગ માટે નીકળી હતી અને બાદમાં નહેરમાં કૂદીને જીવ આપી દીધો હતો.
નહેરમાં કૂદતા પહેલા યુવતીએ પ્રેમી દિલીપ તિવારીને વોટ્સએપ પર એક સેલ્ફી પણ મોકલી હતી. આ સેલ્ફી સિલપરા નહેરની હતી. સેલ્ફીમાં યુવતી નહેરના કિનારે ઉભી હતી, જેના કારણે તેણે અમંગળ થયાનો ખ્યાલ આવી ગયો હતો અને યુવતીના પરિવારજનોને જાણકારી આપી હતી.
પરિવારજનોએ પોલીસને પૂરો ઘટનાક્રમ જણાવ્યો, જે બાદ પોલીસે સિલપરા નહેર પાસે રેસ્ક્યૂ ચાલુ કર્યું, કલાકોની ચર્ચા વિચારણા બાદ રેસ્ક્યૂ કરીને શબને બહાર કાઢવામાં આવ્યું, પોલીસે જણાવ્યું કે, મૃતક યુવતી અને દિલીપ તિવારી એક સોનોગ્રાફી સેંટરમાં સાથે કામ કરતા હતા. થોડા દિવસો પહેલા જ દિલીપને નોકરીમાંથી હાંકી કાઝવામાં આયો હતો.
પોલીસ બંનેના સંબંધ અને પરિવારજનોના આરોપની ખરાઈ કરી રહી છે. યુવતીના પરિવારજનોએ દિલીપ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ નહેરમાં કૂદતા પહેલા યુવકને કેમ સેલ્ફી મોકલી અને ફોન કર્યો તે અંગે તપાસ કરી રહી છે.
Coronavirus in Kids: આગામી દિવસોમાં કોરોનાથી બાળકોને વધારે ખતરો, જાણો શું છે Long COVIDના લક્ષણ
PM મોદીના મત વિસ્તારમાં રસી લેવા પહોંચ્યા આ વ્યક્તિ, આધાર કાર્ડ પર લખેલી તારીખ જોઈને ચોંકી ગયા બધા
બાઈડેને ટ્રમ્પનો વધુ એક ફેંસલો પલટ્યો, TikTok પર અમેરિકામાં નહીં લાગે રોક
દેશમાં કોરોનાના ઘટતાં દૈનિક કેસ વચ્ચે અત્યાર સુધીના સૌથી વધુ મોત નોંધાતા ફફડાટ