શોધખોળ કરો
Advertisement
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 63 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
પણજી: ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું આજે અવસાન થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પર દુખ વ્યક્ત કરતા પર્રિકરના નિધનની જાણકારી આપી હતી. છેલ્લા લાંબા સમયથી બીમાર પર્રિકરનું 63 વર્ષની વયે આજે નિધન થયું છે. સીએમ પર્રિકર તબિયત વધારે નાજૂક હોવાથી તેઓ શનિવારથી હોસ્પિટલમાં દાખલ હતા.
આ પહેલા ગોવા મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી કે “મનોહર પરિકરની સ્થિતિ ખૂબજ નાજૂક છે અને તે ડૉક્ટરોની દેખરેખમાં છે.” પર્રિકરને ફેબ્રુઆરી 2018માં પ્રેક્રિયાટિકના કેન્સરથી પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ તેઓની અમેરિકા, મુંબઈ અને દિલ્હીમાં સારવાર થઈ હતી.Extremely sorry to hear of the passing of Shri Manohar Parrikar, Chief Minister of Goa, after an illness borne with fortitude and dignity. An epitome of integrity and dedication in public life, his service to the people of Goa and of India will not be forgotten #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) March 17, 2019
ગોવામાં બીજેપીનો પાયો મજબૂત કરનાર પર્રિકર પ્રથમવાર 1994માં ધારાસભ્ય બન્યા હતા. ત્યારે પાર્ટીની માત્ર ચાર બેઠકો હતી. પરંતુ છ વર્ષની અંદર જ ગોવામાં ભાજપને પહેલીવાર પરિકરે સત્તા અપાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ગોવાના મપૂસામાં જન્મેલા પર્રિકર 2012માં બીજી વખત મુખ્યંત્રી બન્યા હતા અને ત્યારથી તેમના સુશાસન અને સાદગીની ચર્ચા થતી રહી હતી.Chief Minister @manoharparrikar's health condition is extremely critical. Doctors are trying their best.
— CMO Goa (@goacm) March 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion