શોધખોળ કરો
Advertisement
સીતામાતા પર અભદ્ર ટિપ્પણી કરનાર કર્મચારીને GoAirએ નોકરીમાંથી કાઢી મૂક્યો
ગોએરના કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાની જાણકારી ટ્વિટર પર આપતા લખ્યું કે, ગોએર ઝીરો ટોલરેન્સ પોલિસી છે અને તમામ ગોએરના કર્મચારીઓ માટે કંપનીમાં નિયુક્તિના નિયમ, કાયદા અને નીતિ, જેમાં સોશિયલ મીડિયા પરના વ્યવહાર પણ સામેલ છે, તેનુ પાલન કરવું અનિવાર્ય છે.
નવી દિલ્હી: ખાનગી વિમાન કંપની GoAirએ સીતામાતા પર અભદ્ર ટિપ્પણી કરનાર કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. કંપનીના એક કર્મચારી આશિફ ખાને સીતા માતાને લઈ ટ્વિટર પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેના બાદ ટિ્વટર પર બૉયકોટ ગોએર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
ટ્વિટર પર અનેક લોકોએ ગોએરને ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અનેક લોકોએ કહ્યું હતું કે, કર્મચારીને કાઢવામાં નહીં આવે તો તેઓ ગોએરમાં યાત્રા નહીં કરે.
તેના બાદ ગોએરે કર્મચારી પર કાર્યવાહી હતી. ગોએરના કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાની જાણકારી ટ્વિટર પર આપતા લખ્યું કે, ગોએર ઝીરો ટોલરેન્સ પોલિસી છે અને તમામ ગોએરના કર્મચારીઓ માટે કંપનીમાં નિયુક્તિના નિયમ, કાયદા અને નીતિ, જેમાં સોશિયલ મીડિયા પરના વ્યવહાર પણ સામેલ છે, તેનુ પાલન કરવું અનિવાર્ય છે. કોઈ પણ વ્યક્તિ કે કર્મચારીના અંગત વિચાર સાથે કંપનીનો કોઈ સંબંધ નથી. ટ્રેની ફર્સ્ટ ઓફિસર આશિફ ખાનનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક પ્રભાવતથી સમાપ્ત કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion