બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને સુધારવા માટે 27 એપ્રિલ 2026 સુધીનો સમય આપ્યો, ત્યારબાદ નહીં થાય ફેરફાર.

Birth certificate correction deadline: ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને તેમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવા માટે અંતિમ તારીખ જાહેર કરી છે. જે લોકોએ હજી સુધી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી અથવા જેઓ પોતાના પ્રમાણપત્રમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છે છે, તેઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સામાન્ય રીતે લોકો જન્મ પ્રમાણપત્રને માત્ર શાળામાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજ માનતા હોય છે, પરંતુ વાસ્તવમાં તે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઓળખ પત્ર છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ જન્મ પ્રમાણપત્ર જરૂરી છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને સરળતાથી જન્મ પ્રમાણપત્ર ઉપલબ્ધ થાય તે માટે નિયમોમાં ફેરફાર કર્યા છે અને સમયમર્યાદા પણ નક્કી કરી છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સમયમર્યાદા અનુસાર, જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર અથવા નવા પ્રમાણપત્ર માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ, 2026 છે. આ તારીખ પછી જન્મ પ્રમાણપત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં અને જે લોકોએ હજી સુધી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તેઓ પણ આ તારીખ સુધીમાં અરજી કરી શકશે.
અગાઉના નિયમો મુજબ, બાળકનો જન્મ થયા પછી 15 વર્ષ સુધી જ જન્મ પ્રમાણપત્ર બનાવી શકાતું હતું. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરીને 15 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ જન્મ પ્રમાણપત્ર બનાવવાની સુવિધા આપવામાં આવી છે. અગાઉ આ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2024 નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારીને 27 એપ્રિલ, 2026 કરવામાં આવી છે.
જન્મ પ્રમાણપત્ર માટે અરજી કેવી રીતે કરવી
નવા જન્મ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી: જે લોકોએ હજી સુધી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી, તેઓ ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://dc.crsorgi.gov.in/crs/ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની અરજી સબમિટ કરી શકે છે.
જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર અને 15 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઓફલાઈન અરજી: જે લોકો પોતાના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ફેરફાર કરવા માંગે છે અથવા જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે, તેઓએ નજીકના મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અથવા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. અરજી કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ પણ વાંચો....
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિધાનસભા કરતાં પણ ભાજપનો ઐતિહાસિક વિજય, જાણો ચોંકાવનારા આંકડા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
