શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
આ સિવાય ફેસબુક અને એક્સ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કડક નજર રાખવામાં આવશે.

WhatsApp Call: તાજેતરમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નવા કોમ્યુનિકેશન નિયમો ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી તમારી પ્રાઇવેસી પર મોટો ખતરો હશે. સરકાર તમામ વોટ્સએપ કોલ સાંભળશે એટલું જ નહીં પરંતુ તેને રેકોર્ડ પણ કરશે. આ સિવાય ફેસબુક અને એક્સ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કડક નજર રાખવામાં આવશે. આ માટે સરકાર નવા કોમ્યુનિકેશન નિયમો લાવવા જઈ રહી છે. પરંતુ હવે સરકારે તેને અફવા ગણાવી છે. એમ પણ કહ્યું કે તેમની પાસે આવો કોઈ પ્લાન નથી. આ ફેક ન્યૂઝ છે.
📣 सोशल मीडिया पर साझा किए जा रहे एक फोटो के माध्यम से यह भ्रम फैलाया जा रहा है कि भारत सरकार द्वारा 'नए संचार नियम' के तहत सोशल मीडिया और फोन कॉल की निगरानी की जाएगी#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 7, 2024
❌ भारत सरकार द्वारा ऐसे कोई नियम लागू नहीं किए गए हैं
✅ ऐसे किसी #फर्जी सूचना को शेयर न करें pic.twitter.com/ylsWXUm49Z
નવા કોમ્યુનિકેશનના દાવાઓ ખોટા છે
PIB એ રવિવાર, 7 જૂલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના સત્તાવાર હેન્ડલ પરથી પોસ્ટ કર્યું કે નવા કોમ્યુનિકેશનના નિયમોનો દાવો નકલી છે. આવા સમાચારો અને સોશિયલ મીડિયા પોસ્ટ જે વધુને વધુ વાયરલ થઈ રહી છે તે નકલી છે. ભારત સરકાર આવો કોઈ નિયમ લાગુ કરવા જઈ રહી નથી. મેટા પ્લેટફોર્મ (ફેસબુક) અને વોટ્સએપની ગોપનીયતા નીતિ અનુસાર, આ કંપનીઓ તમારા પર્સનલ મેસેજ પણ જોતી નથી. કે તેઓ તમારા કોલ્સ સાંભળી શકતા નથી. આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે.
જાણો શું ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હતો
મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે નવા કોમ્યુનિકેશન નિયમો હેઠળ ભારત સરકાર હવે તમારા સોશિયલ મીડિયા કૉલ્સ અને મેસજ પર કડક નજર રાખવા જઈ રહી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા સાઈટ્સનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર રાજનીતિ, સરકાર અને વડાપ્રધાન વિરુદ્ધ કંઈ ન લખો. રાજકીય અને ધાર્મિક વિષયો પર લખવાથી વોરંટ વિના તમારી ધરપકડ થઈ શકે છે. વોટ્સએપ પર ત્રણ ટિક દેખાશે. જો આમાંથી 2 બ્લૂ અને 1 લાલ હોય તો સરકાર તમારી સામે પગલાં લઈ શકે છે.





















