TB patients: ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં બે ગણો વધારો, હવે દર મહિને કેટલા રૂપિયા મળશે?
આ સહાયની રકમ ટીબીના તમામ દર્દીઓને સારવારના સમયગાળા દરમિયાન આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓ માટે માસિક આર્થિક સહાય 500 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરી છે. આ સહાયની રકમ ટીબીના તમામ દર્દીઓને સારવારના સમયગાળા દરમિયાન આપવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ સોમવારે જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓ માટે પોષણ સહાય યોજના માટે 1,040 કરોડ રૂપિયાની વધારાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત ટીબી મુક્ત દેશ બનવા માટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે.
Enhancing Support for a TB Free Nation!
— Ministry of Health (@MoHFW_INDIA) October 7, 2024
In a significant move to combat tuberculosis, the monthly support under the Ni-Kshay Poshan Yojana (NPY) will be increased from Rs. 500 to Rs. 1,000 for all TB patients.
This vital enhancement aims to provide essential nutritional… pic.twitter.com/1qIw3iBeAZ
સારવારમાં પોષણ મહત્વની ભૂમિકા ભજવે છે
તેમણે જણાવ્યું હતું કે રોગની સારવારમાં પોષણ મહત્વની ભૂમિકા ભજવતું હોવાથી ટીબીના દર્દીઓને મજબૂત કરવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત પોષણ માટે માસિક સહાયની રકમ બમણી કરવામાં આવી છે. હવે ટીબીના દર્દીઓના ઘરના તમામ સંપર્કોને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. તેમને સામાજિક સમર્થન આપવામાં આવશે.
Strengthening Nutritional Support for TB Patients!
— Ministry of Health (@MoHFW_INDIA) October 7, 2024
The government has sanctioned an additional allocation of Rs. 1,040 crores to the Ni-Kshay Poshan Yojana (NPY) to enhance nutritional support for all tuberculosis patients.
This decisive action reflects the government's… pic.twitter.com/vwQ8ce7Myy
સરકારે 18.5 કરતા ઓછા BMI ધરાવતા તમામ દર્દીઓ માટે એનર્જી ડેન્સિટી ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ લૉન્ચ કર્યા છે અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર પહેલના અવકાશ અને કવરેજને ટીબીના દર્દીઓના પરિવારના સભ્યો સુધી વધારવાની મંજૂરી આપી છે. હવે ટીબીના તમામ દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ 3,000 થી 6,000 રૂપિયા સુધીની પોષણ સહાય મળશે. NPY સપોર્ટમાં વધારો થવાથી એક વર્ષમાં તમામ 25 લાખ ટીબી દર્દીઓને ફાયદો થશે, જ્યારે એનર્જી ડેન્સિટી ન્યુટ્રિશન સપ્લિમેન્ટેશન (EDNS) ની શરૂઆતથી આશરે 12 લાખ દર્દીઓને ફાયદો થશે.
કેન્દ્રની પહેલ ટીબીના દર્દીઓ અને તેમના પરિવારો દ્વારા થતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં નિક્ષય પોષણ યોજના હેઠળ 1.13 કરોડ લાભાર્થીઓને 3,202 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ પગલાંથી ટીબીના દર્દીઓની પોષણની સ્થિતિ, સારવાર અને પરિણામોમાં સુધારો થશે અને ભારતમાં ટીબી મૃત્યુદરમાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે.
ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવશે
બધા પાત્ર દર્દીઓને તેમની સારવારના પ્રથમ બે મહિના માટે EDNS આપવામાં આવશે. આ પગલાથી ભારત સરકારને અંદાજે 1,040 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40ના આધારે વહેંચવામાં આવશે.