શોધખોળ કરો
Lockdown: 3 મે સુધી કઈ-કઈ જગ્યાઓ રહેશે બંધ? જાણો વિગતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવ્યું હોવાની જાહેરાત કરી હતી. સરકાર તરફથી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે જેમાં 3 મે સુધી શું-શું બંધ રહેશે તેની યાદી જાહેર કરવામાં આવી છે.
![Lockdown: 3 મે સુધી કઈ-કઈ જગ્યાઓ રહેશે બંધ? જાણો વિગતે Guidelines of Lockdown: know Which places will closed until May 3 Lockdown: 3 મે સુધી કઈ-કઈ જગ્યાઓ રહેશે બંધ? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/15215634/stay-home-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવ્યું હોવાની જાહેરાત કરી હતી. સરકાર તરફથી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે જેમાં 3 મે સુધી શું-શું બંધ રહેશે તેની યાદી જાહેર કરવામાં આવી છે.
1) રેલવે, હાઈવે, ફ્લાઈટ અને લોકલ વાહનવ્યવહાર 3 મે સુધી બંધ રહેશે.
2) સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે.
3) ખાનગી ઓફિસ અને ફેક્ટ્રી બંધ રહેશે.
4) તમામ પૂજા સ્થળો જેમ કે મંદિર, મસ્જિદ, ચર્ચ સહિત બંધ રહેશે.
5) સિનેમાહોલ, શોપિંગ કોમ્પલેક્સ, મોલ, જિમ, રેસ્ટોરન્ટ સહિત બંધ રહેશે.
6) સાર્વજનિક કાર્યક્રમો અને આયોજનો પર 3 મે સુધી રોક લગાવી દેવામાં આવી છે.
7) ધાર્મિક આયોજન પર પણ રોક લગાવવામાં આવી છે.
સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, હવે મોંઢાને ઢાંકવું ફરિયાજત રહેશે. રેલવે, હાઈવે અને ફ્લાઈટ મુસાફરી ત્રણ મે સુધી બંધ રહેશે. સરકારે કહ્યું છે કે, આ લોકડાઉનમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે રસ્તાઓ પર થૂકવા પર પણ એક્શન લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)