શોધખોળ કરો

કૉંગ્રેસ તૂટવાના દાવાને ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ફગાવ્યો, જાણો શું આપ્યું મોટું નિવેદન ?

રધુ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે.

નવી દિલ્હી:  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.  રધુ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે.  ડ્રગ્સ તસ્કરીનો ગુજરાત અડ્ડો બની ગયું છે. ગુજરાતમાં રિમોટ કન્ટ્રોલ સરકાર છે, ગુજરાત ભાજપના અધ્યક્ષ પાસે રિમોટ છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં ભાજપ સરકાર ચલાવી રહી છે. રધુ શર્મા ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો તૂટવાના દાવાને પણ નકાર્યો છે તેમણે કહ્યું ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો એકજૂથ છે. 

રધુ શર્માએ વધુમાં કહ્યું કે,  પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ આમ આદમી પાર્ટી હતું પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય નથી.  રધુ શર્માએ કહ્યું ગુજરાતમાં સરકારે 4 વર્ષમાં કંઈ નથી કર્યું જેના કારણે આખી સરકાર બદલી દેવામાં આવી છે.

કૉંગ્રેસ છોડનારા નેતાઓને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ચીમકી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. ગુજરાતના પ્રભારી રધુ શર્મા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાચતીતમાં કહ્યું કે, ગુજરાતમાં જ્યારે ચૂંટણીઓ આવવાની છે ત્યારે 6 એપ્રિલથી ગાંધી સંદેશ યાત્રા શરુ થઈ રહી છે ત્યારે એ યાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. ચૂંટણીને લઈ ચર્ચા અને સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈ રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ સાથે ગુજરાત પ્રભારી રધુ શર્મા અને અમે ચર્ચા કરી છે.

વધુમાં જગદીશ ઠાકોએ કહ્યું, 25 તારીખે ગુજરાત વિધાનસભામાં આદિવાસી ભાઈઓ તરફથી એક મોટો ઘેરાવનો કાર્યક્રમ છે. ગુજરાતમાં બેરોજગાર યુવાનો 25 લાખ હતા પેપર ફૂટવાના લગભગ નવ જેટલા બનાવો બન્યા એનાથી બેરોજગાર યુવાનોમાં ગુસ્સો છે. 28મી તારીખે બેરોજગાર યુવાનોને લઈ વિધાનસભાનો યુવક કૉંગ્રેસ દ્વારા પણ ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  24 તારીખે મહિલા કૉંગ્રેસનો કાર્યક્રમ છે તેમાં આખરી ઓપ આપી વિધાનસભામાં મોંઘવારીના મુદ્દે, મહિલાઓના મુદ્દે, ધોળા દિવસે ગળુ કાપી હત્યા કરી દેવામાં આવે બેન દિકરીઓની એવા અનેક બનાવો જે બન્યા છે ત્યારે કૉંગ્રેસ લડાયક મૂડમાં ભાજપ સામે લડશે. 

ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે તેના જવાબમાં તેમણે કહ્યું કે, 12 હોય કે 15 હોય જેમને જવાનું છે એમને જવાની છૂટ આપી છે જેને જવાનુ હોય એ જાય કૉંગ્રેસને કોઈ નચાવવા માંગતો હશે તો કૉંગ્રેસ નાચશે નહી અને જે ગયા છે એમને પૂછો કે ત્યાં તમારી શુ દશા છે. ત્યાં કોઈ સચવાતા નથી અને કૉંગ્રેસ પાછા નથી લેતી. ચૂંટણીના સમયે જે લોકો જાય છે તેની રાજકીય કિંમત નથી, સામાજિક કિંમત નથી અને એમના પ્રમુખ કહે છે પાટીલ મારે એક પણ કૉંગ્રેસીને નથી લેવો તો આપના માધ્યમથી કહું છુ અને ગુજરાતમાં કહેવત છે કે થૂંકીને ચાટે છે પાટીલ, જ્યારે જ્યારે બોલે ત્યારે કૉંગ્રેસીને જોઈતો નથી અને કૉંગ્રેસી સિવાય ભાજપને ચાલવું નથી એવી નીતિ ભાજપને મુબારક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget