હજ યાત્રા માટે શરુ થઇ ગયું રજિસ્ટ્રેશન, પેકેજ પસંદ કરતા પહેલા જાણી લો દરેક નિયમ
આ વર્ષે હજ માટે રજિસ્ટ્રેશનનનું કામ રવિવાર બપોરથી શરૂ થઇ ગયું છે. સઉદી અરબ સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે, આ વર્ષે 2020ની જેમ માત્ર સાઉદ્દી અરબના નાગરિકો જ હજ કરી શકેશે. આ રજિસ્ટ્રેશન 23 જૂન રાત્રે 10 વાગ્યે સુધી ચાલું રહેશે. હજ અને ઉમરા મંત્રાલયની વેબસાઇટ મુજબ લોકોને બસ દ્રારા જ પવિત્ર ધામ સુધી લઇ જવાશે.
હજ યાત્રા 2021: આ વર્ષે હજ માટે રજિસ્ટ્રેશનનનું કામ રવિવાર બપોરથી શરૂ થઇ ગયું છે. સઉદી અરબ સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે, આ વર્ષે 2020ની જેમ માત્ર સાઉદ્દી અરબના નાગરિકો જ હજ કરી શકેશે. આ રજિસ્ટ્રેશન 23 જૂન રાત્રે 10 વાગ્યે સુધી ચાલું રહેશે. હજ અને ઉમરા મંત્રાલયની વેબસાઇટ મુજબ લોકોને બસ દ્રારા જ પવિત્ર ધામ સુધી લઇ જવાશે.
સઉદ્દી અરબ સરકારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર સાઉદ્દી અરબના નાગરિકોને જ હજની મંજૂરી આપી છે.આ વર્ષે હજ માટે ત્રણ પેકેજ મંજૂર કરવાામાં આવ્યાં છે. હજ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ત્રણ પેકેજમાં એક પેકેજ, 16,560.50 સાઉદ્દી રિયાલ એટલે કે સવા ત્રણ લાખ રૂપિયા, બીજું પેકેજ 2.80 લાખ રૂપિયા, ત્રીજું પેકેજ 2,36 લાખ રુપિયાનું રાખવામાં આવ્યું છે. . હજ અને ઉમરા મંત્રાલયની વેબસાઇટ મુજબ લોકોને બસ દ્રારા જ પવિત્ર ધામ સુધી લઇ જવાશે. એક વાહનમાં 20 લોકોને જ લઇ જવાશે તેમજ હજમાં હજયાત્રીઓને બે સમયનું ભોજન અને નાસ્તો મળશે., મક્કાની બહારથી હજયાત્રીઓને ફૂડ લાવાની મંજૂરી નહીં મળે,
એક આવેદનના સ્વીકાર બાદ આગળની પૂછપરછ માટે રજિસ્ટ્રર નંબર આપવામાં આવશે., મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે હજ રજિસ્ટ્રેશનનો મતબલ એવો નથી કે, હજ યાત્રા માટે મંજૂરી મળી ગઇ. આવેદકના કોવિડ-19ના સ્ટેટસ બાદ જ પેમેન્ટ ડિટેલ્સ બાદ જ ટેક્સ મેસેજ આપવામાં આવશે, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આવેદન ત્યારે જ સ્વીકારાશે જ્યારે આવેદક સ્વાસ્થ્યના દરેક નિયમો પર ખરો ઉતરશે. જો આ મુદ્દે કોઇ ગરબડ જોવા મળશે તો સ્વાસ્થ્ય મંત્રાલય તે જ સમયે આવેદન રદ્દ કરી દેવામાં આવશે, હજ માટે આવેદન કરતા પહેલા તે સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે, આવેદકે છેલ્લા પાંચ વર્ષમાં હજ યાત્રા નથી કરી. ઉપરાંત તેમને કોઇ ગંભીર બીમારી ન હોવી જોઇએ અને તે કોવિડ સંક્રમિત પણ ન હોવો જોઇએ.
શનિવારે સાઉદ્દી અરબ સરકારે સ્પષ્ટતા કરી કે, આ વર્ષે માત્ર સઉદ્દી અરબના નાગરિકો જ હજ પર જઇ શકેશે. આ વર્ષે સઉદ્દી અરબના 60 હજાર યાત્રાએ હજ કરી શકશે. હજના યાત્રીની ઉંમર 18થી 65 વર્ષ નક્કી કરાઇ છે. હજ માટે આવેલા આવેદનની ચકાસણીનું કામ 25 જૂનથી શરૂ થશે. મંત્રાલયે સ્પષ્ઠતા કરી છે કે, પેકેજ પસંદ કર્યાં બાદ ત્રણ કલાકમાાં જ આવેદકે પેમેન્ટ કરવાનું રહેશે.