College Chairman: તમને વિશ્વાસ નહીં આવે પણ આ કોલેજના ચેરમેન છે હનુમાનજી, દરરોજ લે છે મિટિંગ
Sardar Bhagat Singh College: કૉલેજમાં પાસ થવા માટે, વિદ્યાર્થીઓ વારંવાર ભગવાન પાસે જાય છે અને તેમને પાસ થવામાં મદદ કરવા માટે પ્રાર્થના કરે છે. પણ જો કોઈ કોલેજના ચેરમેન પદ પર ભગવાન બેઠા હોય તો?
Sardar Bhagat Singh College: કૉલેજમાં પાસ થવા માટે, વિદ્યાર્થીઓ વારંવાર ભગવાન પાસે જાય છે અને તેમને પાસ થવામાં મદદ કરવા માટે પ્રાર્થના કરે છે. પણ જો કોઈ કોલેજના ચેરમેન પદ પર ભગવાન બેઠા હોય તો? ઉત્તર પ્રદેશમાં આવી જ એક કોલેજ છે. આવો અમે તમને આ કૉલેજ વિશે જણાવીએ, આ સિવાય અમે તમને એ પણ જણાવીશું કે હનુમાનજીને આ કૉલેજના ચેરમેન ક્યારે અને શા માટે બનાવવામાં આવ્યા હતા.
કઇ કોલેજના ચેરમેન છે હનુમાનજી?
Local18 ના રિપોર્ટ અનુસાર, આ કોલેજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મોહન રોડ પર આવેલી છે. આ કોલેજનું નામ સરદાર ભગતસિંહ કોલેજ છે. હાલ આ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો આ કોલેજની સ્થાપના વિશે વાત કરીએ તો તેની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી.
હનુમાનજી કોલેજના ચેરમેન કેવી રીતે બન્યા?
રિપોર્ટ અનુસાર, વર્ષ 2007માં આ કોલેજની શરૂઆત બે મિત્રો વિવેક તાંગડી અને પંકજ સિંહ ભદૌરિયાએ કરી હતી. જો કે બે મિત્રોમાંથી એક જ તેના અધ્યક્ષ બની શકતા હતા. આવી સ્થિતિમાં, તેમની મિત્રતા વચ્ચે કોઈ અણબનાવ ન થાય તે માટે, તેઓએ હનુમાનજીને આ કોલેજના અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું.
હનુમાનજી દરરોજ મિટિંગ લે છે
હનુમાનજી આ કોલેજના અધ્યક્ષ છે, આ વાત અદ્ભુત છે. પરંતુ તેની સાથે તે દરરોજ મીટીંગો પણ લે છે, આ વધુ આશ્ચર્યજનક છે. ખરેખર, આ કોલેજમાં દરરોજ 10 થી 11 દરમિયાન કોન્ફરન્સ હોલમાં મીટિંગ થાય છે. આ સભામાં હનુમાનજીની મૂર્તિને અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવે છે અને તેમના આશીર્વાદ બાદ મિટિંગ શરૂ કરવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે કોલેજે હનુમાનજી માટે એક ખાસ નેનો કાર પણ રાખી છે, જે તેમને દર મંગળવારે રામ મંદિરે દર્શન કરવા લઈ જાય છે. તો બીજી તરફ જે પણ લોકોને આ કોલેજ વિશે ખબર પડી તેઓ નવાઈ પામ્યા. આ ઉપરાંત આ બન્ને મિત્રોની પણ પ્રશંસા કરવાનું ભુલ્યા નહીં.
આ પણ વાંચો...
ADR Report: જયા બચ્ચન નહીં રાજ્યસભામાં આ સાંસદ છે સૌથી વધુ અમીર, સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial