Hardeep Singh Nijjar: કેનેડાની હરકત પર ભડક્યુ ભારત, કેનેડિયન રાજદૂતને કર્યા સસ્પેન્ડ, કહ્યું - 5 દિવસમાં છોડી દો દેશ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ મંગળવારે કેનેડાની સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે.
![Hardeep Singh Nijjar: કેનેડાની હરકત પર ભડક્યુ ભારત, કેનેડિયન રાજદૂતને કર્યા સસ્પેન્ડ, કહ્યું - 5 દિવસમાં છોડી દો દેશ Hardeep Singh Nijjar: india expels canadian diplomat over justin trudeau hardeep singh nijjar killing issues Hardeep Singh Nijjar: કેનેડાની હરકત પર ભડક્યુ ભારત, કેનેડિયન રાજદૂતને કર્યા સસ્પેન્ડ, કહ્યું - 5 દિવસમાં છોડી દો દેશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/19/889b8528cd909063449b57beec46513f169510560493177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India-Canada Relations: કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો અને ટોચના ભારતીય રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. વળી, ભારતે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો અને થોડા કલાકો પછી કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી છે. રાજદ્વારીને 5 દિવસમાં ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હકીકતમાં, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ મંગળવારે કેનેડાની સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. તેણે ભારત પર સીધો આરોપ લગાવ્યો, એટલું જ નહીં પરંતુ કેનેડાના વિદેશ મંત્રીએ પણ આવી જ વાતો કહી. આ પછી ભારતે એક નિવેદન જાહેર કરીને કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા. ભારતે કહ્યું કે કેનેડા પર હત્યાનો આરોપ અત્યંત વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત છે.
ભારતે રાજનાયિકને કાઢી મુકવા પર શું કહ્યું ?
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને આજે બોલાવવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે ભારતે નવી દિલ્હીમાં હાજર એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહેવાનો નિર્ણય કર્યો છે. રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, 'આ નિર્ણય કેનેડિયન રાજદ્વારીઓની આપણા આંતરિક બાબતોમાં દખલ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને લઈને ભારત સરકારની વધતી ચિંતાને દર્શાવે છે.'
કોણ હતો હરદીપ સિંહ નિજ્જર, જેના પર મચી છે બબાલ ?
હરદીપ સિંહ નિજ્જર પ્રતિબંધિત અલગતાવાદી જૂથ શીખ ફૉર જસ્ટિસ (SFJ) સાથે સંકળાયેલો હતા. ગુરુપતવંત સિંહ પન્નુ પછી તેઓ આ જૂથના બીજા નેતા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર જલંધરના ભરસિંહ પુરા ગામનો રહેવાસી હતો. તેઓ 1996માં કેનેડા ગયા હતા. તેણે કેનેડામાં પ્લમ્બર તરીકે કામ શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તે ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો.
હરદીપ સિંહ નિજ્જર કેનેડાનો નાગરિક બની ગયો હતો. આ જ કારણ છે કે તેમની હત્યા બાદ કેનેડામાં કેટલાક શીખ અલગતાવાદી સંગઠનોએ સરકાર પર હત્યાની તપાસ માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. કેનેડિયન પીએમે નિજ્જરની હત્યા અંગે સંસદમાં પણ કહ્યું હતું કે તેમની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા ખાલિસ્તાની પ્રવૃત્તિઓનું હબ બની ગયું છે. અહીં ઘણા ખાલિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)