શોધખોળ કરો
Advertisement
સ્ટેડિયમનું નામકરણ: સરદાર પટેલનું નામ બદલી નરેન્દ્ર મોદી કરતા હાર્દિક પટેલે શું કહ્યું? જાણો
અમદાવાદ મોટેરા સ્ટેડિયમનું આજે રામનાથ કોવિંદના હસ્તે ઉદ્દઘાટન કરાયું, આ સાથે સ્ટેડિમનું નામકરણ પણ કરાયું. સ્ટેડિયમનું સરદાર પટેલનું નામ બદલીને નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ શું કહ્યું જાણો...
અમદાવાદના આંગણે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ પૂર્વ નવનિર્મિત સ્ટડિયમનું ઉદઘાટન રામનાથ કોવિંદ હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે આ ઉદઘાટન સમયે રામનાથ કોવિદે બધાને સરપ્રાઇઝ આપ્યું. જેવો તકતી પરથી પડદો ઉંચક્યો કે, તકતી પર જોવા મળ્યું,‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ગુજરાત અસોશિયએશને નામ બદલીને નરેન્દ્ર મોદી કરી દીધું છે.
1983માં તૈયાર થયેલા આ સરદાર પટેલ સ્ટેડિયમમાં સરદારનું નામ ભૂસાઇ જતાં આ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કેટલાક સવાલ ઉઠાવતા ટવિટ કર્યું છે. હાર્દિક પટેલે ટવિટ કરતા લખ્યું છે. કે, ‘શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદારના નામ પર મત માંગનાર ભાજપ હવે સરદાર સાહેબનું અપમાન કરી રહી છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન નહીં સહન કરે’
સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાય જતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આ ઘટનાને સરદાર સાહેબનું અપમાન ગણાવ્યું છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કેટલાંય રેકોર્ડ અંહી બની ચૂકયા છે જે ક્રિકેટ ઈતિહાસમાં યાદગાર છે. 1987માં ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે ટેસ્ટમાં 10 હજાર રન અહી પુરા કર્યાં હતાં. આ માઈલસ્ટોન પર પહોચનારા પ્રથમ બેટસમેન હતાં. ઉપરાંત દેશના હરિયાણા એક્સપ્રેસથી જાણીતા બનેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવે સર રિચાર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટ 431 લેવાનો રેકોર્ડ પણ અહીં જ તોડયો હતો. 1999માં સચિન તેંડુલકરે પોતાની કેરિયરની પ્રથમ બેવડી સદી પણ આ મોટેરા મેદાનમાં ફટકારી હતી. જો કે હવે આ સ્ટેડિયમનું નામકરણ થઇ ગયું છે અને હવેથી તે નરેન્દ્ર મોદી નામે ઓળખાશે.दुनिया के सबसे बड़े अहमदाबाद स्थित सरदार पटेल क्रिकेट स्टेडियम का नाम बदलकर नरेंद्र मोदी क्रिकेट स्टेडियम रखा गया है, क्या यह सरदार पटेल का अपमान नहीं हैं ? सरदार पटेल के नाम पर मत माँगने वाली भाजपा अब सरदार साहब का अपमान कर रही हैं। गुजरात की जनता सरदार पटेल का अपमान नहीं सहेगी।
— Hardik Patel (@HardikPatel_) February 24, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
Advertisement