શોધખોળ કરો

હરિયાણામાં ભાજપે આ નેતાને બનાવ્યા પાર્ટીના અધ્યક્ષ, વિધાનસભા ચૂંટણી પહેલા મોટો નિર્ણય 

ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં ધારાસભ્ય મોહન લાલ બડૌલીને પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ સોનીપત જિલ્લાના રાયના ધારાસભ્ય છે.

Haryana BJP President: ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં ધારાસભ્ય મોહન લાલ બડૌલીને પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ સોનીપત જિલ્લાના રાયના ધારાસભ્ય છે. પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. મોહનલાલ બડૌલીએ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનું સ્થાન લીધું છે.નાયબ સિંહ પહેલા હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ હતા. 

નાયબ સૈની સોમવારે (8 જુલાઈ) દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન બડૌલીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.

મોહન લાલ બડૌલીએ પણ લોકસભાની ચૂંટણી લડી હતી

રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા આ નિમણૂકને મહત્વની માનવામાં આવે છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ બડૌલીને સોનીપત સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જો કે તેમને કોંગ્રેસના સતપાલ બ્રહ્મચારીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. સતપાલ બ્રહ્મચારીને 548682 મત મળ્યા હતા. જ્યારે બડૌલીને 526866 મત મળ્યા હતા.

2019 માં, તેમણે વિધાનસભાની ચૂંટણી લડી અને 2,663 મતોના માર્જિનથી જીતી.  રાય બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતનાર તેઓ ભાજપના પ્રથમ ઉમેદવાર છે. મોહન લાલ બડૌલી 1989થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.

મોહનલાલ બડૌલી અંગત જીવન

મોહન લાલનો જન્મ 1963માં હરિયાણાના સોનીપત જિલ્લાના રાય તાલુકાના બડૌલી ગામમાં થયો હતો. તેમના પિતા કાલી રામ કૌશિક, તેમના ગામમાં એક પ્રખ્યાત કવિ હતા. તે એક ખેડૂત અને વેપારી છે. મોહન લાલે હાઈસ્કૂલનો અભ્યાસ જીએસએસએસ, ખેવડા, સોનીપતમાંથી પૂર્ણ કર્યું છે.  આ પછી તેઓ સોનીપતના બહલગઢ ચોક પાસે કાપડ માર્કેટમાં દુકાન ચલાવતા હતા.

રાજકીય કારકિર્દી

મોહનલાલ 1989માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા અને બાદમાં ભાજપમાં જોડાયા. INLD શાસન દરમિયાન મુરથલથી જિલ્લા પરિષદની ચૂંટણી જીતનાર તેઓ ભાજપના પ્રથમ ઉમેદવાર હતા.

મોહનાલ લાલને 2019 માં સોનીપતના રાય મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેઓ આ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા, જે કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવતો હતો. 

2020માં મોહનલાલ બડૌલીને બીજેપી સોનીપતના જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.  2021 માં તેમને પ્રદેશ મહાસચિવના પદ સાથે હરિયાણા ભાજપની કોર ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપAhmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલોUttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
ટ્રેનમાં ખીચોખીચ ભીડની વચ્ચે મુસાફરનો ગજબનો જુગાડ, વીડિયો જોઈને તમારું પણ માથું ભમી જશે
ટ્રેનમાં ખીચોખીચ ભીડની વચ્ચે મુસાફરનો ગજબનો જુગાડ, વીડિયો જોઈને તમારું પણ માથું ભમી જશે
4 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી, ICCએ કરી ધમાકેદાર જાહેરાત; ક્રિકેટ ફેન્સને મજા પડી જશે
4 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી, ICCએ કરી ધમાકેદાર જાહેરાત; ક્રિકેટ ફેન્સને મજા પડી જશે
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
Embed widget