Haryana Politics: હરીયાણાના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા, જાણો વિગતો
તેઓ ભારતીય યુવા કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NUSI ના પ્રમુખ રહી ચુક્યા છે. અશોક તંવરના જોડાવાને આમ આદમી પાર્ટી માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે,
નવી દિલ્હી: હરિયાણામાં આમ આદમી પાર્ટી(AAP)ને મોટી સફળતા મળી છે. તૃણમૂલ કોંગ્રેસના હરિયાણા એકમના વડા અશોક તંવર(Ashok tanwar) સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ કોંગ્રેસના હરિયાણા એકમના અધ્યક્ષ હતા.
AAPમાં જોડાયા બાદ અશોક તંવરે એક ટ્વિટમાં કહ્યું- લોકપ્રિય નેતા અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal)ના સક્ષમ નેતૃત્વમાં જનહિતમાં થઈ રહેલા કામથી મને આમ આદમી પાર્ટીમાં જોડાવાની પ્રેરણા મળી છે. હું લોકોનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખતા પક્ષના નેતૃત્વના વિશ્વાસને અનુરૂપ રહેવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
2019માં કોંગ્રેસ છોડી દિધી હતી
હરિયાણાના સિરસાથી સાંસદ રહેલા અશોક તંવરે વર્ષ 2019માં કોંગ્રેસ છોડી દીધી હતી. તેઓ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (HPCC)ના પ્રમુખ હતા. તેઓ ભારતીય યુવા કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NUSI ના પ્રમુખ રહી ચુક્યા છે. અશોક તંવરના જોડાવાને આમ આદમી પાર્ટી માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે, કારણ કે પાર્ટી 2024માં હરિયાણામાં સંભવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પોતાનો આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે.
ઘણા નેતાઓ AAPમાં જોડાયા
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPની શાનદાર જીત બાદ, કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષોના ઘણા સ્થાનિક નેતાઓ હરિયાણામાં કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીમાં જોડાયા બાદ આમ આદમી પાર્ટી રાજ્યમાં તમામ સ્તરે ચૂંટણી લડશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં AAP પંચાયતો, મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીમાં ભાગ લેશે.
એક સમયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નજીકના સાથી રહેલા તંવર અગાઉ હરિયાણાના સિરસાથી સાંસદ હતા. તેમણે 2019માં કોંગ્રેસ છોડી દીધી હતી.
તેઓ હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (HPCC) ના પ્રમુખ હતા અને ભારતીય યુવા કોંગ્રેસ અને પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.