શોધખોળ કરો
મુંબઈમાં સવારથી જ વરસી રહ્યો છે જોરદાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
હિંદમાતા, સાયન, કુર્લા જેવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સવારથી જ પાણી ભરાવાને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મોનસૂનની એન્ટ્રી થયા બાદ હવે ધીમે ધીમે વરસાદે પોતાનું રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. થોડા દિવસથી મુંબઈમાં સામાન્ય વરસાદ પડ્યા બાદ આજે મોડી રાતે અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. મુંબઈમાં શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયન, કુર્લા વિસ્તારમાં ભરાયા પાણી
રિપોર્ટ્સ અનુસાર, હિંદમાતા, સાયન, કુર્લા જેવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સવારથી જ પાણી ભરાવાને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉપરાંત પરેલ, કિંગ્સ સર્કલ અને દાદરના કેટલાક ભાગમાં પણ પાણી ભરાયા હતા.
સોશિયલ મીડિયા પર પણ મુંબઈ વરસાદ વિશે વાતો થઈ રહી છે અને તસવીરો અને વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે પણ મુંબઈના કેટલાક વિસ્તારમાં વરસાડ પડવાની શક્યતા છે.
બીજી બાજુ શહેરમાં ભારે વરસાદની આગાહી બાદ મુંબઈ પોલીસે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંથી એક મુંબઈમાં પહેલાથી જ પોલીસે ઘરની બહાર નીકળવા માટે કેટલાક દિશાનિર્દેશ બહાર પાડ્યા છે.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપતા કહ્યું કે, શહેરની જૂની ઇમારતોને આ વરસાદને કારણે જોખમ હોઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપતા કહ્યું કે, આગામી એક બે દિવસ વરસાદને કારણે ટ્રાફિક પર પણ અસર પડી શકે છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દુનિયા
ગુજરાત
Advertisement