Mumbai Rains: ભારે વરસાદના કારણે મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે વરસાદને કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા હતા
Mumbai Rain: મુંબઈમાં એક જ દિવસના ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.સતત વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના અંધેરીથી લઈને સાંતાક્રુઝ અને હિંદમાતા અને વરલી સુધીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ટ્રાફિક વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD)એ મુંબઈમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર શહેરમાં ટ્રેન અને બસ સેવાને માઠી અસર થઈ છે. કુર્લા, ચેમ્બુર, સાયન, દાદર અને અંધેરી સહિત મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
#WATCH | Mumbai: Incessant rainfall in the city has led to severe water-logging. Roads & lanes in Lower Parel area continue to remain inundated in rainwater pic.twitter.com/STDS6hgTFV
— ANI (@ANI) June 30, 2022
મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે
ગુરુવારે મુંબઈમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં શહેરમાં સતત વરસાદ ચાલુ છે. જેના કારણે ભારે જળબંબાકાર થયુ છે. શહેરમાં ભારે વરસાદને કારણે અંધેરીના કેટલાક ભાગોમાં પાણી ભરાઇ ગયા છે.
#WATCH | Mumbai: Severe waterlogging in parts of Andheri triggered due to heavy rainfall in the city pic.twitter.com/Mben9PKe0p
— ANI (@ANI) June 30, 2022
વરસાદના કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા
શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે વરસાદને કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા હતા. ગુરુવારે કાલબાદેવીમાં એક મોટું મકાન ધરાશાયી થવા ઉપરાંત, સિવિલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બે મકાનોની દીવાલ ધરાશાયી થવાની, 10 વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો અને 8 શોર્ટ-સર્કિટના બનાવો નોંધ્યા હતા.
હવામાન વિભાગે 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાક માટે શહેર અને પડોશી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મુંબઈમાં સોમવાર સુધી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે વરસાદના કારણે મુંબઈના તળાવોના સ્તરમાં પણ 10 ટકાનો વધારો થવાની સંભાવના છે.