Mumbai Weather:ભારે વરસાદના કારણે મુંબઇ બેહાલ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી, ટ્રેનની અવરજવર પર અસર
હવામાન વિભાગે આગામી 18 કલાક મુંબઇ શહેર, રાયગઢ, રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
Mumbai Weather:હવામાન વિભાગે આગામી 18 કલાક મુંબઇ શહેર, રાયગઢ, રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.મહારાષ્ટ્રની રાજધાની મંબઇમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. હવામાન વિભાગે આવતા શહેરના અલગ અલગ વિસ્તામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 18 કલાક મુંબઇ શહેર, રાયગઢ, રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
ભારે વરસાદના કારણે મુંબઇમાં બસોના રૂટ પણ બદલી દેવાયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતા મેટ્રો ટ્રેન બંધ કરી દેવાઇ છે. શહેરનો મોટાભાગનો વિસ્તાર જળમગ્ન જોવા મળી રહ્યો છે. મુંબઇમાં સતત વરસાદ વરસતા સાયન રેલવે સ્ટેશન જળમગ્ન થઇ ગયું છે. પાણી ભરાઇ જતાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
મધ્યમ રેલવેના અધિકારીએ જણાવ્યું કે, પૂર્વીં મુંબઇમાં કુર્લા સ્ટેશનની પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતાં ટ્રેન સેવા પ્રભાવિત થઇ છે. જો કે ઠાણે-વાશી, ટ્રાન્સહાર્બર માર્ગ પર ટ્રેન સમયસર ચાલી રહી છે.
Mumbai: Due to heavy rain and waterlogging in low-lying areas, buses have been diverted. pic.twitter.com/If8JMzkRzh
— ANI (@ANI) July 16, 2021
#WATCH महाराष्ट्र: मुंबई में लगातार हो रही बारिश से सायन रेलवे स्टेशन के रेलवे ट्रैक पर जलभराव हुआ। pic.twitter.com/rlWG04uGum
— ANI_HindiNews (@AHindinews) July 16, 2021
મુંબઇમાં મુશળધાર વરસાદના કારણે દાદર,સાયન, હિંદમાતા, અંધેરી સબ વે, ગાંધી માર્કેટ, કુર્લા સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. કુર્લા- વિદ્યાનગર લાઇન પર ટ્રેન 20થી 25 મિનિટ લેઇટ ચાલી રહી છે. તો હાર્બર લાઇન પર પણ અનેક ટ્રેન લેઇટ ચાલી રહી છે.હવામાન વિભાગે હજું પણ આગામી 18 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.#WATCH | Maharashtra: Parts of Mumbai face waterlogging, following heavy rainfall this morning. Visuals from Wadala
— ANI (@ANI) July 16, 2021
Regional Meteorological Centre, Mumbai predicts "light to moderate rain in city & suburbs with possibility of heavy rainfall at isolated places" for next 24 hours. pic.twitter.com/wPgOZUukms