Himachal Heavy Rain: હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવી તબાહી, 18 લોકોના મોત, 300થી વધુ લોકો ફસાયા
હિમાચલ પ્રદેશમાં સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદે વિનાશ વેર્યો હતો
Himachal News: હિમાચલ પ્રદેશમાં સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદે વિનાશ વેર્યો હતો. જ્યાં છેલ્લા બે દિવસમાં અચાનક પૂર અને ભૂસ્ખલનથી 18 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વરસાદને કારણે મોટાભાગની જળવિદ્યુત યોજનાઓ પ્રભાવિત થઈ છે અને સેંકડો કરોડોની સંપત્તિનો નાશ થયો છે. સિમલા જિલ્લામાં સોમવારે ભૂસ્ખલનથી વધુ ચાર લોકોના મોત થયા હતા. સોમવારે સવારે શિમલાના ઠિયોગ સબ-ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોત થયા હતા.
#WATCH | Furiously flowing Beas river engulfs a truck in Kullu of Himachal Pradesh
— ANI (@ANI) July 10, 2023
(Video shot by a local and confirmed by police) pic.twitter.com/jkT6B8yzB9
2 દિવસમાં 16 થી 17 લોકોના મોત થયા
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના પલ્લવી ગામમાં બની હતી અને મૃતકોની ઓળખ દીપ બહાદુર, દેવદાસી અને મોહન બહાદુર તરીકે થઈ છે. શિમલા શહેરની બહાર રઝાના ગામમાં ભૂસ્ખલન બાદ કાટમાળ નીચે ફસાયેલી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ રવિવારે રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. આના થોડા કલાકો પહેલા જ તેની પૌત્રીનો મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યો હતો. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યમાં બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 16 કે 17 લોકોના મોત થયા છે.
#WATCH | Himachal Pradesh | Houses along the Beas River in the Mandi district have been evacuated as a result of the rising water level caused by incessant rainfall pic.twitter.com/Nthskl31UJ
— ANI (@ANI) July 10, 2023
300 લોકો ફસાયા
અધિકારીઓએ જણાવ્યું કે પર્યટન સ્થળ મનાલીમાં ફસાયેલા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ લગભગ 300 લોકો હજુ પણ જુદા જુદા ભાગોમાં ફસાયેલા છે. હવામાન વિભાગે સોમવારે અતિશય વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આના એક દિવસ પહેલા રાજ્યમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુનેસ્કો હેરિટેજ સાઈટ શિમલા-કાલકા રેલ માર્ગ પર ભૂસ્ખલનને કારણે ઘણી જગ્યાએ ટ્રેક બ્લોક થઈ ગયા છે, જેના કારણે મંગળવાર સુધી ટ્રેનનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓને સોમવાર અને મંગળવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
120 થી વધુ રસ્તાઓ બ્લોક થયા
સોમવારે ભૂસ્ખલનને પગલે શિમલા-કાલકા નેશનલ હાઇવેને શિમલા શહેરથી લગભગ 16 કિમી દૂર બ્લોક કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં 120 થી વધુ રસ્તાઓ બ્લોક છે, જ્યારે 484 પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત છે. શિમલા પોલીસ અધિકારીઓએ 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું કે વૃક્ષો ધરાશાયી થવા, છત પડી જવાની અને સંપત્તિને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધીમાં 10 મકાનો અને 20 વાહનોને નુકસાન થયું છે.
સતલજ નદીના જળસ્તરમાં વધારો
રામપુરના રહેવાસી ક્રેશાએ જણાવ્યું કે સતલજ નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે તેણે આ સ્થાન છોડવું પડ્યું. નદીના કિનારે રહેતી રવિનાએ જણાવ્યું કે ઘરમાં પાણી ઘુસી ગયા છે. સાથે જ તેમણે સરકારને પૂરથી પ્રભાવિત લોકોની મદદ કરવાની અપીલ કરી છે. રામપુરમાં ગૌશાળાના કાર્યકર સુલોચનાએ કહ્યું, “અમારી ગૌશાળા ધોવાઈ ગઈ છે. આશ્રય માટે જગ્યા ન હોવાથી ઢોરોને ત્યજી દેવામાં આવ્યા છે. અમે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ સોમવારે સવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને લોકોને ભારે વરસાદ દરમિયાન નદીઓ અને નાળાઓ નજીક જવાનું ટાળવા અને હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને આગામી 24 કલાક માટે સતર્ક રહેવા વિનંતી કરી હતી. તેમણે તમામ ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તારમાં રહેવા અને તકલીફમાં પડેલા લોકોને મદદ કરવા પણ કહ્યું. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવા માટે ત્રણ નંબર જાહેર કર્યા છે. ભારે વરસાદને કારણે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના 876 બસ રૂટ પ્રભાવિત થયા છે અને 403 બસો વિવિધ સ્થળોએ અટવાઈ છે.
Join Our Official Telegram Channel: