(Source: ECI/ABP News/ABP Majha)
હિન્દુ સંગઠનોએ કુતુબમિનારને ગણાવ્યો વિષ્ણુ સ્તંભ, પરિસર બહાર હનુમાન ચાલીસા વાંચી, પોલીસે કરી અટકાયત
સંયુક્ત હિંદુ મોરચાનું કહેવું છે કે, ઈતિહાસ સાક્ષી છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ ટાવર 27 જૈન અને હિન્દુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યું હતું.
Hanuman Chalisa Row: કુતુબ મિનારને લઈને વિવાદ જોર પકડી રહ્યો છે. મંગળવારે હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો હનુમાન ચાલીસાના પાઠ કરતા કુતુબ મિનાર પહોંચ્યા હતા, જેમની પોલીસે અટકાયત કરી હતી. કુતુબ મિનારની બહાર લોકોએ હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. સંયુક્ત હિંદુ મોરચાનો દાવો છે કે કુતુબ મિનાર એક વિષ્ણુ સ્તંભ છે.
ભગવા ઝંડા લઈને કેટલાક લોકો હનુમાન ચાલીસાના પાઠ કરતા કુતુબ મિનાર તરફ જઈ રહ્યા હતા, જોકે મોટી સંખ્યામાં હાજર પોલીસે તેમને આગળ વધવા દીધા ન હતા. કુતુબ મિનાર જવાના માર્ગ પર બેરિકેડ પણ લગાવવામાં આવ્યા હતા. સંયુક્ત હિંદુ મોરચાના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ જય ભગવાન ગોયલને કુતુબ મિનાર પર હનુમાન ચાલીસા વાંચવાની મંજૂરી ન આપવા બદલ મંગળવારે સવારે નજરકેદ કરવામાં આવ્યા હતા.
સંયુક્ત હિંદુ મોરચાનું કહેવું છે કે, ઈતિહાસ સાક્ષી છે કે કુતુબ મિનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ ટાવર 27 જૈન અને હિન્દુ મંદિરોને તોડીને બનાવવામાં આવ્યું હતું. આ સંકુલમાં જૈન અને હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓનું જીર્ણોદ્ધાર કરીને સન્માન સાથે સ્થાપિત કરવામાં આવે અને હિંદુઓને અહીં પૂજા કરવાની છૂટ આપવી જોઈએ.
Delhi | Members of Hindu organisation Mahakal Manav Sewa protest near Qutub Minar, demand renaming of Qutub Minar as Vishnu Stambh pic.twitter.com/HuPsf6oakP
— ANI (@ANI) May 10, 2022
ગયા મહિને, દિલ્હીના કુતુબ મિનાર સંકુલમાં રાખવામાં આવેલી બે ગણેશ મૂર્તિઓને હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે, દિલ્હીની કોર્ટે આ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીએ કુતુબ મિનારમાં બે ગણેશ મૂર્તિઓ મૂકવાને અપમાનજનક ગણાવી હતી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને ત્યાંથી આ મૂર્તિઓને દૂર કરીને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં લઈ જવા કહ્યું હતું. આ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે સુનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા.
જોકે, કોર્ટે એએસઆઈના સ્ટેન્ડ વિશે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં એએસઆઈને મૂર્તિઓ હટાવવાનો કોઈ વિચાર નથી. બીજી તરફ સનાતન હિંદુઓ વતી કોર્ટમાં દલીલ કરી રહેલા એડવોકેટ હરિશંકર જૈને કોર્ટમાં કહ્યું હતું કે કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ પરિસરમાં ભગવાન ગણેશની બે મૂર્તિઓ પડી છે. આ મામલાને કારણે કરોડો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.